અધધ... સુરતના રીઢા ગુનેગારોથી જેલ ભરવાની ઝુંબેશ, અબકી બાર 500 પાર

લોગવિચાર :

લોઢું લોઢાને કાપે એ ઉક્‍તિ મુજબ સામાન્‍ય અને નિર્દોષ પ્રજાજનોને પીડનાર તત્‍વો ને તેમની જ ભાષામાં જવાબ આપવો જોઈએ તેવું ચાર્જ લીધા સાથે પોલીસ અધિકારીઓની બેઠકમાં પોતાની કામ કરવાની પદ્ધતિ અંગે વાકેફ કરાયા બાદ સુરતનું પોલીસ તંત્ર માટે સમજદારો કો ઈશારા હી કાફી હૈ, તે મુજબ પોલીસ મથકો દ્વારા પણ રીઢા ગુનેગારો સામે આકરા પગલાંઓ શરૂ થયા, સીપી ને આટલી બાબતથી સંતોષ ન હતો , તેમણે ઉચ્‍ચ અધિકારીઓ સાથે રણનીતિ નક્કી કરી, પીસીબી પીઆઇ આર. એસ. સુવેરા સાથે ચર્ચા કરી દરેક પોલીસ મથકમાં વારંવાર ગુન્‍હા કરવા ટેવાયેલા લોકોનું લિસ્‍ટ મંગાવી, પાસા દરખાસ્‍ત કરવા સમયે અનુભવી એવા પીસીબી પીઆઇ દ્વારા પોતાની સાથેનું લિસ્‍ટ અને પાસાનો મુત્‍સદો સાથે જ હોવાનું જણાવેલ.

આ જંગ શરૂ થયો ત્‍યારે પોલીસ કમિશનર શ્રીની કામ કરવાની પધ્‍ધતિથી અજાણ એવું માનતા કે સાહેબ નવા આવ્‍યા છે, આ બધું શાંત પડી જશે પણ રીઢા ગુનેગારોથી જેલ ભરો અભિયાન દિવસે દિવસે વેગ પકડ્‍યું ત્‍યારે માત્ર પોલીસ, પ્રજાજનોમાં જ નહિ, રીઢા ગુનેગારો પણ હવે શાંતિ પકડવા સિવાય છૂટકો નથી એમ સમજી ગયા. અને વધુ ૧૪ વ્‍યાજખોર, હત્‍યા, મોબાઈલ લૂંટ, મહિલાઓ ચેન ખેંચનાર સહિત કુલ ૧૪ આરોપી ઝડપાતા ૫૦૦ આસપાસ રેકોર્ડ બ્રેક આક પહોંચવાની ઘટના ઘટવાની છે, ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ જેવી સિદ્ધિ હાંસલ કરવા પણ પોલીસ સજ્જ છે.

પકડાયેલ લોકોમાં પાંચ બુટલેગર, વ્‍યાજખોર, ભયજનક લોકોનો સમાવેશ છે, જેમના નામ આ મુજબ છે..દીપક અગ્રવાલ, શેખર,સુરેન્‍દ્ર, નરેશ,આશાબેન, આકાશ, યશ, રોહન, ભુવન, દીપક,જયેશભાઈ, દિલીપભાઈ, ફેજાન અને કુતુબ દિનનો સમાવેશ છે.