લોગ વિચાર :
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પદભ્રષ્ટ થયા બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ પુરી રીતે હાઈ એલર્ટ પર છે. બાંગ્લાદેશ સાથે જોડાયેલી સીમાઓ પર પુરી સતર્કતાથી વોચ રાખી રહી છે. બીએસએફે પોતાની વોચ વાળી સીમાઓ પર એલર્ટ જાહેર કર્યું છે.
ડીજીએ પરિસ્થિતિની વિગત જાણી
એક અધિકારીએ જણાવ્યું હતું કે, બીએસએફે 4096 કિલોમીટર લાંબી સીમા પર સાવધાનીથી વર્તવા નિર્દેશ આપ્યા છે. બીએસએફના મહાનિર્દેશક દલજીતસિંહ ચૌધરી અને અન્ય અધિકારી ભારત-બાંગ્લાદેશ સીમા સુરક્ષાની સમીક્ષા કરવા માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે.
ડીજીએ ઉતર 24 પરગણા જિલ્લાની સીમાની મુલાકાત પણ લીધી હતી
અહીં થઈ ચૂકી છે ઘુસણખોરોની ઘુસણખોરી: છેલ્લા દિવસોમાં પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાને લગતી ભારત-બાંગ્લાદેશ સીમા પર જયાં અમુદીયા સીમા ચોકી પાસે 10-15 બાંગ્લાદેશી ઘુસણખોરોએ ભારતમાં ઘુસવાની કોશિશ કરી હતી. આવા બધા સંવેદનશીલ એન્ટ્રી પોઈન્ટને ચિહનિત કરીને ત્યાં ખાસ સાવધાનીનું કહેવામાં આવ્યું છે.
ગુપ્તચર જાણકારી મુજબ બાંગ્લાદેશમાં ચાલુ અશાંતિ દરમિયાન અને પ્રતિબંધિત ઈસ્લામી આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહીદીન બાંગ્લાદેશ અને એસારુલ્લાહ બાંગ્લા ટીમના સભ્યો જેલોમાંથી ભાગી છુટયા છે.
આ સીમાવર્તી રાજયોમાં સાવધાની: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4096 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સીમા છે. જેમાં આસામમાં 262 કિલોમીટર, ત્રિપુરામાં 856, મિઝોરમમાં 318 કિલોમીટર, મેઘાલયમાં 443 કિલોમીટર અને પશ્ચિમ બંગાળમાં 2217 કિલોમીટરની સીમા સામેલ છે. આ બધા સ્થળો પર રાજય સરકારોએ એલર્ટ જાહેર કર્યું છે.