લોગ વિચાર.કોમ
ભારતીય શેરબજારમાં સળંગ પાંચ મહિના મંદીથી ઈન્વેસ્ટરોને નુકશાન-નાણાં સલવાઈ જવાનો આફટરશોક ઓટોમોબાઈલ્સ ક્ષેત્રને લાગ્યો હોય તેમ ગુજરાતમાં વાહનોના વેચાણમાં 42 ટકાનો ઘટાડો થયો છે.
જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસીક ગાળામાં પેસેન્જર વ્હીકલનાં વેચાણમાં 22.3 ટકાનો ઘટાડો થયો છે.આ ગાળામાં ડીઝલ કારનું વેચાણ થયુ હતું. જે ગત વર્ષનાં આ ગાળામાં 1.11 લાખ ટુ-વ્હીલરના વેચાણમાં જોકે કોઈ મોટો તફાવત નથી તેમાં વેચાણ એક ટકા રહ્યું છે.
ઓટોમોબાઈલ્સ ક્ષેત્રનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ સૌથી વધુ 29.4 ટકા ઘટયુ હતું.આ મહિનામાં માત્ર 20429 કારનું વેચાણ થયુ હતું. જાન્યુઆરીમાં 21.1 ટકા તથા માર્ચમાં 15.9 ટકાનો ઘટાડો હતો.
ટુ-વ્હીલરને લાગે વળગે છે ત્યાં સુધી જાન્યુઆરીમાં વેચાણ 6 ટકા વધ્યુ હતું માર્ચમાં માત્ર એક ટકાનો વધારો નોંધાયો હતો.ફેબ્રુઆરીમાં વેંચાણ પાંચ ટકા ઘટયુ હતું.
ચોથા ત્રિમાસીક ગાળામાં વાહનોનાં વેચાણમાં ઘટાડાથી વાર્ષિક આંકડાઓમાં પણ અસર વર્તાઈ હતી. કેન્દ્રીય પરિવહન મંત્રાલયનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ગત નાણાં વર્ષમાં કારનું વેચાણ 10.4 ટકા ઘટીને કુલ 3.47 લાખ યુનિટ નોંધાયુ હતું 2023-24 ના નાણાકીય વર્ષમાં તે 3.72 લાખ યુનિટનું હતું.
જાણકારોનાં કહેવા પ્રમાણે શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે મંદી તથા મોંઘા વિમા પ્રિમીયમ જેવા કારણોની ઓટો વેંચાણ પર અસર નોંધાઈ હતી. ખાસ કરીને મીડીયમ અને પ્રિમીયમ રેન્જમાં અસર વધુ હતી. અર્થતંત્રનું ચિત્ર સ્પષ્ટ યા બાદ અને માર્કેટમાં લીકવીડીટી ક્રાઈસીસ હળવી થયા બાદ ખરીદી કરવાનો ગ્રાહકોનો મૂડ હોય તેવી છાપ હતી.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીએશનનાં ગુજરાત ચેપ્ટરના ચેરમેન પ્રણવ શાહે કહ્યું કે દેશભરમાં ઓટો સેકટરનાં સ્લોડાઉનની હાલત છે અનેક કારણો જવાબદાર છે. વાહનોમાં ભાવ વધારો ઉપરાંત મોંઘવારી તથા લીકવીડીટી ક્રાઈસીસની હાલતથી ગ્રાહકોનું માનસ સાવચેતીનું હતું.
આ ઉપરાંત શેરબજારની મંદી-ઉથલપાથલને કારણે અન્ય ક્ષેત્રોની મોટી ખરીદી પ્રભાવીત થઈ છે. સમગ્ર વેપાર ધંધામાં પણ સ્લોડાઉનની હાલત છે. ગત વર્ષે વેચાણ ધરખમ હતું એટલે તેની સરખામણીમાં આ વર્ષે નબળુ લાગે તે સ્વાભાવીક છે.
સુત્રોના કહેવા પ્રમાણે રાજયભરનાં ઓટો શો-રૂમોમાં ગ્રાહકોની ઈન્કવાયરી પણ ઓછી થઈ હતી. આર્થિક અનિશ્ર્ચિતતાને કારણે ખરીદીમાં ખચકાટની સ્થિતિ માલુમ પડી હતી.
કારલોનમાં ઉંચા વ્યાજદર તથા સરેરાશ મોંઘવારીની પણ અસર માલુમ પડી છે. સરકારી સુત્રોએ પણ એમ કહ્યું કે ગ્રામ્ય ડીમાંડમાં ઘટાડો પણ ઘણો સૂચક છે. શેરબજારની મંદીએ ઈન્વેસ્ટરોનાં માનસને ખરડાયુ છે. પરીણામે ખરીદીને બ્રેક લાગી છે.