લોગ વિચાર :
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અંગ પ્રત્યાર્પણ માટે વિભિન્ન યાત્રા સાધનોના માધ્યમથી માનવ અંગોને નિર્વિઘ્ને લઈ જવાને લઈને પહેલવાર ધોરણ સંચાલન પ્રક્રિયા (એસઓપી) જાહેર કરી છે. જે મુજબ તેને લઈ જનારા વિમાનને પ્રાથમીકતા અપાશે.
અર્થાત ટેક-ઓફ અને લેન્ડીંગ માટે એર ટ્રાફિક કંટ્રોલને અનુરોધ કરવા અને વિમાનને આગળની હરોળમાં સીટોની વ્યવસ્થા કરવાની મંજુરી મળશે. આ એસઓપી દેશભરમાં અંગ પ્રત્યાર્પણમાં સામેલ લોકો માટે માર્ગદર્શક દસ્તાવેજ તરીકે કામ કરશે.
વિભિન્ન પરામર્શથી એસઓપી તૈયાર
જયારે અંગદાતા અને મેળવનાર બન્ને એક જ શહેરના કે અલગ-અલગ શહેરની હોસ્પિટલમાં હોય છે ત્યારે જીવિત અંગને હોસ્પિટલો વચ્ચે લઈ જવાની જરૂરત હોય છે. આ એસઓપીને નીતિ આયોગ, સંબંધીત મંત્રાલયો અને પ્રત્યાર્પણ વ્યાવસાયિકો સાથે પરામર્શ કરી તેના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અંગ તેમજ માંસપેશી પ્રત્યારોપણ સંગઠન (નોટ્ટો)ના ડિરેકટર ડો. અનિલકુમારે કહ્યું છે કે અંગોને લાંબા સમય સુધી ખરાબ થતા બચાવવા સહેલા નથી.
ગ્રીન કોરીડર માટે નોડલ અધિકારીની નિયુક્તિ
એમ્બ્યુલન્સ દ્વારા અંગોના પરિવહનની સુવિધાને વિશિષ્ટ અધિકારીઓ કે એજન્સીઓના અનુરોધ પર અંગ પરિવહન માટે ગ્રીન કોરિડોર બનાવી શકાય છે. દરેક રાજય શહેરમાં અંગ પરિવહન માટે ગ્રીન કોરિડોર બનાવવા સંબંધીત મુદાને સંભાળવા માટે પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિયુક્તિ કરી શકાય છે.
હવાઈ માર્ગથી પરિવહન માટે મુખ્ય માર્ગદર્શિકા
♦ એરલાઈન્સ અંગોને લઈ જનાર ચિકિત્સા કર્મીઓ માટે પ્રાથમીકતા પર અનામત અને વિલંબથી ચેક ઈનની જોગવાઈ પર પણ અનુરોધ કરી શકાય છે.
♦ ફલાઈટ કેપ્ટન ઉડાન દરમિયાન જાહેરાત કરી શકે છે કે, માનવ અંગોને લઈ જવામાં આવી રહ્યા છે.
♦ એરપોર્ટ પર વિમાનથી બોકસને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે ટ્રોલીઓની વ્યવસ્થા કરી શકાય છે.