અક્ષય કુમાર તેલુગુ ફિલ્મ 'કનપ્પા'માં શિવની ભૂમિકા ભજવશે!

લોગવિચાર :

એક બાજુ અક્ષયકુમારની ફિલ્મો સતત ફ્લોપ થઇ રહી છે અને બીજી બાજુ તેઓ એક પછી એક ફિલ્મો એનાઉન્સ કરી રહ્યા છે. હાલમાં જ એક્ટરના બર્થ-ડે પર બે નવી ફિલ્મો એનાઉન્સ કરાઇ હતી.

એક બાજુ પ્રિયદર્શની અને એકતા કપૂરની સાથે ‘ભૂત બંગલા’ તો બીજી બાજુ તેલુગુ ફિલ્મ ‘કનપ્પા’ એનાઉન્સ થઇ છે. તેલુગુ એક્ટર વિષ્ણુ મંચુએ 9 સપ્ટેમ્બરે અક્ષયના બર્થ-ડે પર તેમને વીશ કરતાં ‘કનપ્પા’નો  એક્ટરનો લુક શેર કર્યો હતો. જેને જોઇને ફેન્સ ક્રેઝી થઇ ગયા હતા.

‘કનપ્પા’માં અક્ષયની પહેલી ઝલક જોઇને એવું લાગે છે કે તે કદાચ ફિલ્મમાં શિવનું પાત્ર ભજવી રહ્યો છે. તસ્વીરમાં તેના બાહુ પર રૂદ્રાક્ષની માળા જોવા મળે છે. સાથે સાથે તેણે લખ્યું છે બેશક ભગવાન શિવ બધા લોકો પર સર્વોચ્ચ શાસન કરે છે.

અક્ષયની આ નવી ફિલ્મ પર લોકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે અક્ષય હવે ધમાલ મચાવશે, આ અંગે બિગ બજેટ મુવી હશે, ફિલ્મમાં વિષ્ણુ મંચુ ઉપરાંત પ્રભાસ, મોહનલાલ, પ્રભુદેવા જેવા સાઉથના સ્ટાર્સ પણ ચમકી રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર માર્ચ-2024માં પણ શિવરાત્રિએ રીલીઝ થયું હતું. જુનમાં તેનું ટીઝર રજુ થયેલું જેમાં અક્ષયની ઝલક જોવા મળી હતી.