અક્ષય કુમારનો તેલુગુ ફિલ્મમાં અનોખો મહાદેવ અવતાર

લોગ વિચાર :

અક્ષયકુમાર 2025ની પોતાની પહેલી ફિલ્મ સ્કાય ફોર્સ લઈને આવી રહ્યો છે.આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થશે.આ ફિલ્મની રિલીઝ પહેલાં અક્ષયકુમારે તેના ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે. તેણે પોતાની તેલુગુ ફિલ્મ કન્નપ્પાનો પોતાનો લુક રિલીઝ કર્યો છે, જેમાં તે મહાદેવના અવતારમાં જોવા મળશે મોહનબાબુ નિર્મિત કન્નપ્પામાં લીડ રોલ વિષ્ણુ મંચુ નિભાવી રહ્યો છે. ભગવાન શિવ પર આધારિત આ પૌરાણિક ફિલ્મમાં પ્રભાસ, અક્ષયકુમાર, મોહનલાલ, શરથકુમાર મધુ, મોહનબાબુ, કાજલ અગરવાલ જેવા સિતારાઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મ 25 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે.