શિક્ષણમાં આધુનિકતાની સાથે સાથે આપણા મૂળભૂત મૂલ્યોનું પણ જતન થવું જોઈએ : ભાગવત

લોગવિચાર :

આરએસએસના વડા મોહન ભાગવતે હવે દેશની શિક્ષણ પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, બદલતા જતા સમયને અનુરૂપ અને આપણા મુળભૂત મુલ્યને જાળવી રાખે તે રીતે શિક્ષણ પદ્ધતિ અપનાવવી જોઇએ. તેમણે કહ્યું કે શિક્ષણ પદ્ધતિ ફકત કોઇ અક્ષર જ્ઞાન કે રોજગાર નહીં પરંતુ એક ઘડતર છે અને તેનું તે રીતે સંચાલન થવું જોઇએ.

પુના નજીક તેઓએ એક લોકસેવા ઇ-સ્કુલના ઉદ્ઘાટન દરમ્યાન આ વાત કરી હતી અને કહ્યું હતું કે શિક્ષણ એક કોઇ વ્યવસાયિક નહીં પરંતુ એક માણસ બનાવવાનું વ્રત છે. તેમણે ઉમેર્યું કે શિક્ષણ પ્રણાલીમાં શિખવા મુદ્દે કોઇ વિઘ્ન હોવું જોઇએ નહીં. પરંતુ તે એક સુવિધા પ્રદાન કરનારી બની રહેવી જોઇએ.

તેમણે ઉમેર્યું કે આપણે આધુનિક અને પ્રાચીન બન્નેને સાથે રાખીને આગળ ચાલવાની જરુર છે અને તેમાં તમામનું યોગદાન હોવું જોઇએ. અને શિક્ષણને એક ચોક્કસ આકાર સુધી સિમીત રાખવું ન જોઇએ તે સર્વાંગી હોવું જોઇએ.

ભાગવતે શિક્ષણ પ્રણાલીમાં ફકત નિયામક રીતે કામ કરવાના બદલે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા અને તે રીતે તેમને સાધનના રૂપમાં શિક્ષણનો ઉપયોગ થવો જોઇએ. તેઓએ સરકાર દ્વારા લાગુ કરાયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું કે, આ પ્રણાલીની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. નવી શિક્ષણ નીતિ પુરી રીતે લાગુ થઇ જશે તો દેશમાં ઇચ્છીત પરિણામો છે તે લાવી શકશું. તેમણે કહ્યું કે આમ કરવામાં સમય લાગશે પરંતુ આપણે તેના પર અડગ રહવું જોઇએ.