લોગ વિચાર :
વૈશ્વિક સ્તરે ખગોળ વિજ્ઞાને અસાધારણ પ્રગતિ કરી છે. વૈજ્ઞાનિકો અવકાશ ગ્રહોના અનેક રહસ્યો ખોલી લોકોને માહિતગાર કર્યા છે. વર્તમાન દિવસોમાં સ્વચ્છ આકાશમાં ગ્રહોનો અદ્ભૂત નજારો જોવાનો અવસર છે. આકાશમાં ચંદ્ર સહિત મંગળ, ગુરૂ, શુક્ર, શનિ ગ્રહો આબેહુબ આકાશમાં નરી આંખે જોઇ શકાય છે. શનિવારે વેરાવળ પાસેના નાવદ્રા ગ્રામજનોને જાથા આકાશ દર્શન કરાવશે.
રાજ્યમાં જાન્યુ. તા.21 અને 31મીએ જિલ્લા તાલુકા પસંદગીના સ્થળોએ અવકાશી નજારાથી લોકોને અવગત કરાવવામાં આવશે. રાજ્યમાં અવકાશી ગ્રહોનો નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ લોકોને અપીલ કરી છે.
દેશભરમાં લોકો આકાશ તરફ નજર કરતાં થાય તેવું અભિયાન ચાલી રહ્યું છે. ખગોળ વિષયક વધુમાં વધુ જ્ઞાન-વિજ્ઞાનની માહિતી મળે તેવા પ્રયાસો જાથા કરી રહ્યું છે. અત્યારે આકાશમાં સંધ્યા સમય બાદ બે કલાક સુધી મંગળ, ગુરુ, શુક્ર, શનિ ગ્રહો નરી આંખે આબેહુબ જોઇ શકાય છે. વિજ્ઞાન ઉપકરણથી આહલાદક જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસેના નાવદ્રા ગ્રામજનોને જનજાગૃતિ કાર્યક્રમ પહેલા આકાશ દર્શન જાથા કરાવશે. લાખો-કરોડો માઇલ દૂર ગ્રહો-ગ્રહણો, યુતિ વગેરેની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે.
નિર્જીવ વાયુ કે ઢેફા સ્વરૂપે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી રહેલા ગ્રહો વાસ્તવમાં નડે ખરા? વિજ્ઞાનની સિદ્ધીઓની વાત કરવામાં આવશે. પૃથ્વી ઉપર દર મીનીટ શુભ-અશુભ, હોની-અનહોની, લાભ-નુકશાન જેવી કુદરતી ઘટનાઓ બને છે તેને કોઇ રોકી શકતું નથી. બ્રહ્માંડને જાણવા વિજ્ઞાન પણ સંશોધનો કરી મથી રહ્યું છે ત્યારે માત્ર ચોપડીના આધારે આકાશના પદાર્થો જાણવા મુશ્કેલ છે.
ખગોળ વિજ્ઞાન અને અંધશ્રધ્ધા દૂર કરવાના હેતુથી આકાશ દર્શનનો કાર્યક્રમ પછી થોડો સમય અને સૂર્યોદય પહેલા જોવા મળે છે. ગ્રહો પરિભ્રમણ કરતાં કરતાં કંઇ રાશિના નામ પ્રમાણે ઓળખ મેળવી શકે તે યક્ષ પ્રશ્ન છે? હિન્દુ-મુસ્લિમ, ક્રિશ્ચિયન વગેરે અમુક જ્ઞાતિ-જાતિ-કોમને રાશિની લેશમાત્ર ખબર નથી તો કઇ રીતે નડે જેવા પ્રશ્નનોના જવાબ આપવામાં આવશે. ચંદ્રની હાજરીમાં ગ્રહોની પરેડની માહિતી આપવામાં આવશે.
સૌર મંડળમાં ગ્રહોમાં ખગોળીય ઘટના અવાર-નવાર બનતી હોય છે તમામ ગ્રહો એક જ ધરી પર આખુ ચક્કર લગાવતા નથી. તેઓ અવકાશની ત્રિસ્તરીય કક્ષામાં ફરે છે તથા ગ્રહો અને ઉપગ્રહોની ભ્રમણની ગતિ એકબીજાની સરખામણીમાં જુદી જુદી હોય છે જેથી સીધી લીટીમાં ક્યારેય આવી શકતા નથી પરંતુ તેઓ ભ્રમણ કરતા કરતા ક્યારેક આવી સ્થિતિમાં આવી જાય છે કે પૃથ્વી ઉપરથી આપણને તેઓ ગ્રહો લાઇનમાં જોવા મળે છે. ગ્રહોની પોતાની ઓળખ હોય છે. વર્તમાન ચાલુ દિવસો ઉપરાંત જાન્યુઆરી-21 અને 31મીએ આકાશમાં અવકાશી નજારો જોવાનો લ્હાવો છે .
તેમાં સૌ કોઇ સાક્ષી બને તે માટે જાથા દેશભરમાં જનજાગૃતિથી લોકોને માહિતગાર કરવાના છે. લોકો આકાશ તરફ નજર કરતાં થાય તે માટેનું વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાનના ભાગરુપે આયોજનો કરવાના છે. નરી આંખે પાંચ ગ્રહો જોવાનો મોકો લોકોને મળવાનોે છે તેની મજા લેવા જાથા લોકચળવળથી માહિતગાર કરનાર છે.
આકાશમાં ચાલુ દિવસોમાં ચાર ગ્રહોનો નજારો જોવા મળે છે તે ઉપરાંત જાન્યુ. તા.21 અને 31મીએ સૂર્યાસ્ત પછીના સમયમાં અને મધ્ય રાત્રિએ પોતાની અગાશી ઉપર અને ફલડ લાઇટોથી દૂર નિર્જન જગ્યાએથી ગ્રહો આહલાદક જોઇ શકાશે. દુરબીન, ટેલીસ્કોપથી ગ્રહોનો સ્પષ્ટ નજારો જોવા જાથાએ દેશવાસીઓને અપીલ કરી છે. વાદળા અવરોધરૂપ થાય તો નજારો જોઇ શકાશે નહીં તેમ જણાવવામાં આવ્યું છે.