લોગવિચાર :
49 વર્ષની અમીષા પટેલે 30 વર્ષના બિઝનેસમેન નિર્વાણ બિરલા સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો એને પગલે ધમાલ મચી ગઈ છે. આ ફોટો સાથે અમીષાએ લખ્યું હતું : દુબઈ - લવલી ઈવનિંગ વિથ માય ડાર્લિંગ નિર્વાણ.
અમીષાની આ પોસ્ટને પગલે એવી ચર્ચા શરૂ થઈ હતી કે તે નિર્વાણને ડેટ કરી રહી છે. સોશ્યલ મીડિયા પર જાત-જાતની કમેન્ટ્સ પણ શરૂ થઈ હતી. કોઈકે લખ્યું હતું કે, અમીષાને શ્રીમંત પુરુષો ગમે છે.
કોઈકે લખ્યું હતું કે, તું તેની મા જેવી દેખાય છે તો બીજા એક જણે લખ્યું કે ઉન્નીસ સાલ છોટા હૈ. નિર્વાણ ઉદ્યોગપતિ યશોવર્ધન બિરલા અને અવંતિ બિરલાનો દીકરો છે.
નિર્વાણ બિરલા બ્રેઇનિઍક્સ તથા બિરલા ઓપન માઇન્ડ્સ નામની કંપનીઓનો સ્થાપક છે અને સિંગર પણ છે.