લોગવિચાર :
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદા તમને હવે અમદાવાદની જાણીતી મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ IIMAઅમાં ભણતી જોવા મળશે. હાં, નવ્યા બે વર્ષ માટે બીપીજીપી (બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ) નો અભ્યાસ કરવા માટે IIMaમાં જ રોકાશે.
નવ્યા નંદા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચનની દોહિત્રી છે. તે અમિતાભની દીકરી શ્વેતા બચ્ચનની દીકરી છે. નવ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી હતી અને વિગતો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે મારું સપનું હવે પૂરું થઇ રહ્યું છે.
નવ્યા નંદાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું કે સપના હકીકતમાં પરીવર્તે છે. આગામી બે વર્ષ શ્રેષ્ઠ લોકો અને ફેકલ્ટી સાથે વીતાવીશ. આ દરમિયાન નવ્યાએ તેના મિત્રો સાથે તસવીરો પણ લીધી હતી અને તે પણ શેર કરી હતી. આ ઉપંરાત અમદાવાદની IIM ઈન્સ્ટિટ્યૂટની તસવીરો પણ અપલોડ કરી હતી.