લોગ વિચાર :
શહેરના નાના મવા સ્થિત શ્રીનાથધામ હવેલી ખાતે પૂજય શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીની મંગલ ઉપસ્થિતિમાં શ્રી ઠાકોરજીના સુખાયે ભવ્યતિભવ્ય આમ્રકુંજ મનોરથ દર્શનનો લાભ હજારોની સંખ્યામાં શહેરીજનોએ પ્રાપ્ત કર્યો તેમજ પૂજયશ્રી દ્વારા 300થી પણ વધુ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા આપી તેમજ ભાવિકજનોએ પૂજય શ્રી પાસે ઠાકોરજી પુષ્ઠ કરાવ્યા. તેમજ પૂજયશ્રીના સ્વમુખેથી દરરોજ સવારે 7 થી 7.30 તેમજ રાત્રે 9.30 થી 10 કલાક હરિનામ સંકીર્તન લાભ શહેરીજનો લઇ રહ્યા છે.