અનંત-રાધિકાની પ્રિ-વેડીંગ ઈવેન્ટ-2માં ક્રુઝમાં લોકોને સાકીરા દિવાના કરશે!

મહિનાના અંતમાં ક્રુઝમાં બીજું પ્રિ-વેડીંગ ફંકશન યોજાશે

લોગ વિચાર :

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગરમાં યોજાયેલા પ્રિ-વેડીંગ ઈવેન્ટે દુનિયાભરમાં ચર્ચા જગાવ્યા બાદ હવે આ અનંત-રાધિકાની બીજી પ્રિ-વેડીંગ ઈવેન્ટ પહેલા પાર્ટથી વધુ ભવ્ય બની રહી છે. આ ફંકશન આ મહિનાના અંતમાં એક લકઝરિયસ ક્રુઝમાં યોજાઈ રહી છે. બોલીવુડની તમામ હસ્તીઓ અંબાણી પરિવારની ખૂબ જ નજીકની માનવામાં આવે છે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝ પ્રિ-વેડીંગ ઈવેન્ટ-2માં સામેલ થઈ શકે છે.

જામનગરમાં પ્રિ-વેડીંગ ઈવેન્ટમાં વર્લ્ડ આઈકોન ડાન્સર-સીંગર રિહાનાએ ધૂમ મચાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું, હવે પ્રિ-વેડીંગ-2માં આંતરરાષ્ટ્રીય પોપ્યુલર સિંગર સાકિરા ધૂમ મચાવશે.

જાણવા મળેલી વિગત મુજબ આ વખતે આ કોલંબિયન સિંગરને પર્ફોર્મ કરવા આમંત્રણ અપાયું છે. આ ઈવેન્ટ-2માં અમેરિકાના પુર્વ પ્રેસીડેન્ટ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અબજોપતિ બિલગેટસ વગેરે ક્રુઝ પાર્ટીનો ભાગ બની શકે છે.

આ ઉપરાંત બોલીવુડની હસ્તીઓ, શાહરુખખાન, સલમાનખાન અને આમીરખાનનું નામ પણ પરિવાર સાથે છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ અને રણબીરકપુર પણ આ ફંકશનમાં સામેલ થશે, જયારે અમિતાભ બચ્ચનની અંબાણી પરિવાર સાથે નજદીકીના કારણે પરિવાર સાથે ક્રુઝ પાર્ટીનો હિસ્સો બની શકે છે.

એકટ્રેસ જાહનવીકપુર, તેની બહેન ખુશીકપુર પણ પાર્ટીમાં ભાગ લેશે. કારણ કે આ બન્નેની ઈશા અંબાણી અને અનંત અંબાણી સાથે સારી દોસ્તી છે. આ ઉપરાંત અન્ય સેલીબ્રીટીઓ, દીપિકા પદુકોણ, સોનમકપુર, આનંદ આહુજા, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ ક્રુઝ પાર્ટીમાં ભાગ લઈ શકે છે.