વધુ એક એક્શન : અનિલ કપૂર 'સુબેદાર' માટે તૈયાર

લોગ વિચાર :

અનિલ કપૂર વધુ એક વખત  એક્‍શન કરતો જોવા મળવાનો છે. તેણે સુરેશ ત્રિવેણીની ફિલ્‍મ ‘સુબેદાર' માટે તૈયારી શરૂ કરી દીધી છે. અનિલે સોશિયલ મિડીયા પર એક તસ્‍વ્‍ીર પોસ્‍ટ કરી છે. એનિમલ અને ફાઇટરની સફળતા બાદ હવે અનિલ સુબેદારમાં જોવા મળશે. તેની એક ઝલક સામે આવતાં જ ઇન્‍ટરનેટ પર ચાહકો અનિલને શુભેચ્‍છા આપી રહ્યા છે. ચાહકો તેને હાર્ટ ઇમોજી, મજનુ ભાઇ, સો હેન્‍ડસમ જેવી કોમેન્‍ટથી પ્રસંશા કરી રહ્યા છે. સુબેદાર અમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્‍ટ્રીમ થશે. બીગ બોસ ઓટીટી  સીઝન-૩ને પણ અનિલ હોસ્‍ટ કરી રહ્યો છે. જે ૨૧મી જુને સ્‍ટ્રીમ થશે.