લોગ વિચાર.કોમ
ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યુ છે અને ગુજરાતમાં પણ આજે 20 વર્ષની એક યુવતીને કોરોના પોઝીટીવ જાહેર થયા બાદ તેને તાત્કાલીક સોલા સીવીલ હોસ્પીટલમાં આઈસોલેટેડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે અને તેની તકલીફ જોતા ઓકસીજન પર રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં આ સાથે કોરોનાના એકટીવ કેસનો આંકડો નવ થયો છે. ગઈકાલે જ રાજયની કેબીનેટમાં કોરોનાની ચિંતા થઈ હતી અને રાજયની તમામ હોસ્પિટલોમાં આ વાયરસના સંક્રમણ સામે સુવિધાઓ ઉભી કરવા આદેશ અપાયા છે.
ગુજરાતના તમામ કેસ અમદાવાદના છે. અમદાવાદની સીવીલ સહિતની હોસ્પીટલોમાં કોરોના આઈસોલેટેડ વોર્ડ વધારવામાં આવ્યા છે.