હાથમાં માળા અને ઓમના ગગનભેદી અવાજ સાથે વડાપ્રધાન મોદીનો વીડિયો વાયરલ
લોગ વિચાર :
વડાપ્રધાન મોદી કન્યાકુમારીના પ્રવાસે છે તેઓ 1 જુનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનમગ્ન રહેશે. આજે તેમના ધ્યાનનો બીજો દિવસ છે. પીએમ મોદીના ધ્યાનનો વીડિયો બહાર આવ્યો છે.
વીડિયોમાં પીએમ મોદી ભગવા કુર્તા અને ગમછામાં જોવા મળી રહ્યા છે. મોદી સ્વામિ વિવેકાનંદની પ્રતિમા સમક્ષ બેસીને ધ્યાન કરી રહ્યા છે. તેમના હાથમાં માળા છે અને ઓમના અવાજ ગુંજી રહ્યો છે.
આ ધ્યાન મંડપમની ખાસ વાત એ છે કે આ એ સ્થળ છે જયાં સ્વામી વિવેકાનંદે દેશ ભ્રમણ બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યુ હતું. અહીં જ સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સપનુ જોયું હતું. એવી પણ માન્યતા છે કે આ સ્થળ પર દેવી પાર્વતીએ એક પગ પર ઉભા રહીને સાધના કરી હતી.
પીએમ મોદી ગુરૂવારે કન્યાકુમારી પહોંચ્યા હતા અહીં વડાપ્રધાન ધોતીમાં દક્ષિણ ભારતના પારંપરિક પોશાકમાં દેખાયા હતા. તેમણે ઓફ વ્હાઈટ રંગની શાલ ઓઢી હતી કન્યાકુમારી પહોંચ્યા બાદ ભગવતી અમ્મન મંદિરમાં પ્રાર્થના પૂજા અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે સામાન્ય ચૂંટણી પ્રચાર થમ્યા બાદ મોદી દર વખતે આધ્યાત્મિક યાત્રાએ જાય છે.