લોગવિચાર :
દુનિયાની નંબર-1 સ્માર્ટ ફોન કંપની એપલની સ્માર્ટ વોચ પણ સૌથી વેચાણ ધરાવે છે અને હવે આગામી વર્ષે જે એપલની સ્માર્ટ વોચ લોંચ થશે તે સીધી સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટીવીટી ધરાવતી હશે.
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ ટેકનોલોજી આવી રહી છે. પરંતુ અમેરિકા સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં તે અત્યાર મૌજુદ છે અને એપલે તેના પરથી હવે ગ્લોબલ વોચ લોંચ કરવા તૈયારી કરી છે.
જેમાં તમે આ ઘડિયાળ મારફત ટેક્ષ પણ મોકલી શકશો. એપલ તેની આ સ્માર્ટ વોચને સુપરહિટ બનાવવા માંગે છે.