કાશ્મીરમાં સેનાનું મોટું ઓપરેશન : કુપવાડા-રાજૌરી-પૂંચમાં એક સાથે સર્ચ

લોગ વિચાર :

જમ્મુ-કાશ્મીરના કુપવાડા રાજૌરી અને પુંછમાં સુરક્ષા દળો અને આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકી ઠાર થયો હતો. જયારે પુંછમાં એક જવાન શહીદ થયો હતો.

કુપવાડા ક્ષેત્રમાં મંગળવાર રાત્રીથી ચાલુ અથડામણમાં એક આતંકી ઠાર થયો હતો. 24 જુલાઈએ સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી હતી અને પડકારાઈ હતી. જેથી આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કરાતા સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો.

આ ઉપરાંત પુંછમાં ઘુસણખોરીનુ ષડયંત્ર નિષ્ફળ બનાવાયુ હતું. ભારત-પાક એલઓસી પર કૃષ્ણા ઘાટના બટ્ટલમાં મંગળવારે વહેલી સવારે સુરક્ષા દળોએ સીમાપારથી ઘુસણખોરીને નિષ્ફળ બનાવાઈ હતી.

આતંકીઓ સાથેની અથડામણ દરમ્યાન સેનાનો એક જવાન શહીદ થયો હતો. જવાનની ઓળખ લાન્સ નાયક સુભાષચંદ્ર તરીકે થઈ છે. અથડામણ બાદ આતંકીઓ ભૌગોલીક પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ભાગી ગયા હતા.