ગીર સોમનાથના દરિયા કિનારે યાયાવર પક્ષીઓનું આગમન

લોગ વિચાર :

શિયાળો શરૂ થતા યાયાવર પક્ષીઓનું ગીર સોમનાથ ના વિશાળ સમુદ્ર કાંઠા પર ના બંધારાઓ પર આગમન થાય છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશથી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે.

ખાસ કરીને વડોદરાઝાલા, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠયો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અનેક પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતાં ગીર સોમનાથના પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઇ ઉઠયા છે.

રેન્જ ફોરેસ્ટર યોગેશ કલસરિયા એ જણાવ્યું હતું કે, સાઇબરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે.

વિદેશી પક્ષીમાં જેમાં પેલીંગન, ફલેમિંગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વન વિભાગ દ્વારા પર વિદેશી મહેમાન એવા પક્ષીઓ ના સ્વાસ્થ્ય તેમજ શિકારી પ્રવૃત્તિ ના થાય તેના માટે ટ્રેકર્સ ટીમ દ્વારા સતત ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવે છે.
વિદેશથી આવતા કુંજ મગફળીના પાક લણવા સમયે આવે છે .

તેમજ પેલીગન અને ફલેમિંગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે. લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા અહીં દરિયા કાંઠે આવી પહોંચ્યા છે.