લોગવિચાર :
આબોહવા પરિવર્તન રેઈન ફોરેસ્ટ પર અસર કરે છે. રેઈન ફોરેસ્ટમાં કોકો બીજ ઉગે છે, પરંતુ ચોકલેટ પ્રેમીઓએ નિરાશ થવાની જરૂર નથી, કંપનીઓ કહે છે કે તેઓ કોકો ઉગાડવા અથવા કોકોના વિકલ્પ વિકસાવવા માટે અન્ય રીતો પર સંશોધન કરી રહી છે.
વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો વધુ કોકો બનાવવાની રીતો પર કામ કરી રહ્યાં છે જે ઉત્તરીય કેલિફોર્નિયાથી ઇઝરાયેલ સુધી વિષુવવૃત્તીય વિસ્તારોની બહાર સારી રીતે ઉગી શકે. કેલિફોર્નિયા કલ્ચર, પ્લાન્ટ સેલ કલ્ચર કંપની, વેસ્ટ સેક્રામેન્ટો, કેલિફોર્નિયામાં એક ફેસિલિટી પર સેલ કલ્ચરમાંથી કોકો ઉગાડી રહી છે, તે તેના પ્રોડક્ટ્સ આવતાં વર્ષે વેચવાનું શરૂ કરશે.
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એલન પર્લસ્ટીને જણાવ્યું હતું કે તે કોકો બીન કોષોને ખાંડના પાણી સાથે વેટમાં મૂકે છે જેથી તેઓ ઝડપથી તેનું ઉત્પાદન કરી શકે છે સામાન્ય રીતે કોકોના પાકને તૈયાર થવામાં છ થી આઠ મહિના જેટલો સમય લાગે છે પણ તેની લેબમાં કોકોના પાકને તૈયાર થવામાં એક સપ્તાહનો જ સમય લાગે છે.આ પ્રક્રિયા માટે વધુ પાણીની અને મજૂરીની જરૂર પડતી નથી.
પર્લસ્ટીને કહ્યું, "અમે જોઈએ છીએ કે ચોકલેટની માંગ ભયંકર રીતે વધી રહી છે." "ત્યારે ખરેખર અન્ય કોઈ રસ્તો નથી. હવે આપણે વિશ્ર્વમાં કોકોના પુરવઠામાં નોંધપાત્ર વધારો કરવાની જરૂર છે અને તે પણ પર્યાવરણીય અધોગતિ અને ખર્ચમાં પોસાય તેવા સ્તરે રાખીને.” આફ્રિકા અને દક્ષિણ અમેરિકા સહિતના ગરમ હવામાન અને પુષ્કળ વરસાદ ધરાવતાં પ્રદેશોમાં વિષુવવૃત્તની ઉત્તર અને દક્ષિણમાં લગભગ 20 ડિગ્રીએ કોકોના વૃક્ષો ઉગે છે.
આબોહવા પરિવર્તનથી ગરમી વધી રહી છે જેના કારણે જમીન સૂકાઈ રહી છે. તેથી વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો અને ચોકલેટ-પ્રેમીઓ કોકો ઉગાડવા અને પાકને વધુ સ્થિતિસ્થાપક અને જંતુઓ સામે વધુ પ્રતિરોધક બનાવવાની રીતો - તેમજ માંગને પહોંચી વળવા માટે કોકોના વિકલ્પો શોધી રહ્યાં છે.
નેશનલ કન્ફેક્શનર્સ એસોસિએશનના જણાવ્યાં અનુસાર, 2023 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ચોકલેટનું વેચાણ 25 બિલિયનને વટાવી ગયું હતું. ઘણાં ઉદ્યોગસાહસિકો કોકોના પુરવઠામાં ઝડપથી વધારો કરવા પ્રયત્ન કરી રહ્યાં છે.
કંપનીઓ કોકોના પુરવઠાને વધારવા અને ઓટ્સથી લઈને કેરોબ સુધીના ઉત્પાદનો માંથી બનાવેલાં ચોકલેટને નોર્મલ ચોકલેટના વિકલ્પ તરીકે આપી રહ્યાં છે.આ વર્ષની શરૂઆતમાં કોકોના ભાવમાં વધારો થયો હતો.
આ ભાવ વધારો થયો હતો કારણ કે માંગ વધી હતી ઉપરાંત વિશ્વમાં મોટા ભાગના કોકોનું ઉત્પાદન કરતાં પશ્ચિમ આફ્રિકામાં કોકોના છોડમાં રોગ અને હવામાનમાં ફેરફારને કારણે પાકને નુકસાન થયું હતું.
ફાઇન કાકો અને ચોકલેટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આફ્રિકન અને આફ્રિકન અમેરિકન સ્ટડીઝના લેક્ચરરે જણાવ્યું હતું કે "આ બધાંથી સપ્લાયમાં અસ્થિરતા આવી છે.તેથી હવે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતાં કોકોની અને ચોકલેટના વિકલ્પો વિશે વિચારવું જરૂરી છે .
માર્ટિને જણાવ્યું હતું કે, મોટાભાગે યુ.એસ. અને યુરોપમાં ચોકલેટની માંગ ખૂબ વધી છે. વિશ્વના ત્રણ ચતુર્થાંશ કોકો પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં ઉગાડવામાં આવે છે પણ ત્યાં માત્ર 4 ટકા જ ચોકલેટનો વપરાશ થાય છે.