શ્રાવણ માસનો આરંભ થતા જ માંગ વધવાથી ફળોના ભાવ ઉંચકાયા

લોગ વિચાર :

પવિત્ર શ્રાવણ માસનો આરંભ થતા જ જામનગર શહેરમાં  શિવમય માહોલ બની ગયો છે. શિવાલયોમા ભગવાન ભોળાનાથની આરાધના, પૂજા સહિતના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. શ્રાવણમાસ દરમિયાન લોકો એકટાણા કે ઉપવાસ કરતા હોવાથી ભોજનમાં ફળોનો વધારે ઉપયોગ કરે છે. જેને લઈને ફળોની ખરીદી ડબલ થઈ ગઈ છે સાથે કિલોએ ભાવમાં પણ 20 થી 30 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

માર્કેટીંગ યાર્ડમાં ફળના વેપારીએ જણાવ્યુ કે, પવિત્ર  શ્રાવણ માસ શરૂ થતા જ ફળના વેચાણમાં મોટો વધારો નોંધાયો છે. અગાઉ જેટલું વેચાણ થતુ એના કરતા હાલમાં ડબલ ફળ વેચાવા લાગ્યુ છે. ખાસ કરીને વેચાણ વધતાની સાથે તમામ ફળમાં કિલોએ રૂપિયા 20 થી 30 નો વધારો પણ થયો છે. પવિત્ર તહેવારોની સિઝન હોવાથી હાલતો કેળા, સફરજન, નાસપતિ, દાડમની વધારે માંગ છે.

સૌથી વધારે કેળાની ડિમાન્ડ સાથે વેચાણ છે.  જામનગરની વાત કરીએ તો રોજનુ એક કેરેટમાં 15 કિલો એવા દૈનિક જૂન 4,000 કેરેટનુ વેચાણ છે. એટલે કે, જામનગરમાં રોજના આ " આશરે 60 હજાર કિલો કેળા વેચાય છે. ઉપરાંત સફરજન, ફળનાસપતિનુ પણ દૈનિક બહોળા પ્રમાણમાં વેચાણ છે.સફરજન, નાસપતિ, દાડમ, જામફળ સહિતના ફળોની નાસીક સહિતના સ્થળોએથી આવક થાય છે.

સ્થાનિક વિસ્તારમાં હજુ ફળની નહીવત પ્રમાણમાં આવક થઈ રહી છે. બહારથી, ફળો અહીં ઠલવાતા હોવાથી ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક ફળોની આવક શરૂ થતા જ ભાવમાં ઘટાડો નોંધાશે એવુ વેપારીઓએ જણાવેલ છે.