નંબર વન તરીકે અને સૌથી વધુ વ્યુઝ મેળવનાર સિરીઝ 'પંચાયત'ને સારો પ્રતિસાદ મળ્યો

લોગ વિચાર :

એમેઝોન પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવતી સીરીઝ ‘પંચાયત 3’ને સૌથી વધુ જોવામાં આવી છે. એ નંબર-વન સિરીઝ બની ગઇ છે જેને સૌથી વધુ વ્યુ મળ્યા છે. આ વર્ષે અનેક સિરિઝ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવી છે. એમાં ‘પંચાયત 3’ લોકોને ખૂબ પસંદ પડી છે. નીના ગુપ્તા, રઘુબીર યાદવ અને જિતેન્દ્ર કુમારના પર્ફોર્મન્સ લોકોને ખૂબ ગમ્યા છે.

આ સિરિઝને અત્યાર સુધી 28.2 મિલ્યન વ્યુ મળ્યા છે. એના કારણે આ શો નંબર પર પહોંચી ગયો છે. ત્યારબાદ બીજા નંબર પર આવે છે. સંજય લીલા ભણસાલીની વેબસીરીઝ ‘હીરામંડી : ધ ડાયમંડ બાઝાર’ જેમાં સોનાક્ષીસિંહા, મનીષા કોઇરાલા, સંજીદા શેખ અને રિચા ચઢ્ઢા જોવા મળી રહી છે.

આ સિરીઝને 20.3 મિલ્યન વ્યુ મળ્યા છે. ત્રીજા નંબર પર રોહિત શેટ્ટીની ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ છે જેને 19.5 મિલ્યન વ્યુ મળ્યા છે. ચોથા ક્રમાંકે ‘કોટા ફેક્ટરી 3’ છે જેમાં જિતેન્દ્રકુમાર અને તિલોત્તમા શોમ છે. પાંચમા નંબરે ‘ધ લેજન્ડ ઓફ હનુમાન’ની સીઝન ત્રણ અને ચાર છે. એને 14.8 મિલ્યન વ્યુ મળ્યા છે.