લોગ વિચાર :
જાણીતી એક્ટ્રેસ રાખી સાવંત સર્જરી બાદ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે. તે હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. તેના પૂર્વ પતિ રિતેશ સિંહ સોશિયલ મીડિયા પર ફેન્સને હેલ્થ અપડેટ્સ આપતા રહે છે. હવે તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાખી બસની મદદથી હોસ્પિટલ જઈ રહી છે. તે વચ્ચે વેદનાથી રડી રહી છે. રિતેશ તેનો વીડિયો શેર કરીને તેને પ્રોત્સાહિત કરી રહ્યો છે.
તાજેતરમાં રાખી સાવંતની તબિયત અચાનક બગડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અગાઉ અહેવાલો આવ્યા હતા કે, તેઓ હૃદય સંબંધિત કોઈ બિમારીથી પીડિત છે. પછી તેણીને કહેવામાં આવ્યું કે, તેણીના ગર્ભાશયમાં ગાંઠ છે. લગભગ 3 કલાકની સર્જરી બાદ ગાંઠ દૂર કરવામાં આવી હતી. ત્યારે રિતેશે કહ્યું હતું કે, રાખી હજુ પણ ડોક્ટરોની દેખરેખમાં છે. તેને બેડ રેસ્ટ માટે કહેવામાં આવ્યું છે.
આ દરમિયાન રિતેશે રાખીના પૂર્વ પતિ આદિલ ખાન દુર્રાનીનું નામ લીધા વિના તેના પર આક્ષેપ કર્યો હતો. તેણે એમ કહ્યું હતું કે, તેને અને રાખીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
રિતેશએ સોશિયલ મીડિયા પર રાખીના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતા લખ્યું છે, ’હું ખૂબ ખુશ છું. રાખી ટૂંક સમયમાં આપણી વચ્ચે હશે. આજે તેને ચાલતા જોઈને આનંદ થઈ રહ્યો છે.
રિતેશે વધુ એક દાવો કર્યો છે કે રાખી સાવંત જ્યારે હોસ્પિટલમાં હતી ત્યારે તેના પર હુમલો થયો હતો. એટલા માટે તેને ગુપ્ત જગ્યાએ રાખવામાં આવી છે. આ જગ્યા વિશે કોઈ જાણતું નથી. આ સિવાય રિતેશે એ પણ જણાવ્યું કે રાખીનું એકાઉન્ટ હેક થઈ ગયું છે.