સોનાક્ષી અને ઝહીરના લગ્નનું ઓડિયો વેડીંગ કાર્ડ લીક

લોગ વિચાર :

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નના સમાચાર આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે સોનાક્ષી અને ઝહીરે આ સમાચારને અફવા કહ્યા હતા. પણ આ ચર્ચા વચ્ચે હવે સોનાક્ષી અને ઝહીરનું વેડિંગ કાર્ડ લીક થઈ ગયું છે.

સોનાક્ષી અને ઝહીરના વેડિંગ કાર્ડ વિશે વાત કરીએ તો, કાર્ડને મેગેઝિન કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના વેકેશનની રોમેન્ટિક તસવીર છે. આમંત્રણમાં લખ્યું હતું કે, અમે આ ઓફિશિઅલ કરી રહ્યા છીએ.

આ ઉપરાંત વેડિંગ કાર્ડ મુજબ મુંબઈના બાસ્ટિયન રેસ્ટોરાંમાં 23 જૂને એક ઇવેન્ટ હોસ્ટ કરવામાં આવશે. સોનાક્ષીના એક મિત્રના કહેવા મુજબ સોનાક્ષી આ બધું એકદમ સિક્રેટ રાખવા માંગતી હતી. આથી જ વધુ માહિતી કોઈ સાથે શેર કરી નથી.

આમ તો સોનાક્ષી કે ઝહીરે તેના લગ્નની કોઈ જ જાણકારી શેર કરી નથી. પરંતુ આ દિવસને ખાસ બનાવવા તે છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારીઓ કરી રહી છે. સોનાક્ષી લગ્નને સિમ્પલ રાખવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં અંગત લોકોને જ આમંત્રણ છે અને લગ્નમાં આવનાર મહેમાનો માટે ડ્રેસ કોડ પણ છે. સોનાક્ષીના લગ્નનો ડ્રેસ કોડ ફોર્મલ અને ફેસ્ટીવ છે તેમજ લાલ કલરના કપડા પહેરવાની મનાઈ છે.