લોગવિચાર :
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર અને તેના પાઈલટ સોમવારે ઈરાનમાં પાકિસ્તાન સરહદ નજીક એક અભિયાન દરમિયાન ‘ઓટોગાયરો’ (હેલિકોપ્ટર જેવું વિમાન) ક્રેશ થતાં મૃત્યુ પામ્યા હતા.
સરકારી ટીવી ચેનલના અહેવાલ મુજબ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત સિરકાન સરહદી વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી દરમિયાન જનરલ હમીદ મઝંદરાનીનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના લશ્કરી કવાયત દરમિયાન થઈ હતી.
‘ઓટોગાયરો’ રોટર ડિઝાઇનમાં હેલિકોપ્ટર જેવું જ છે, પરંતુ તે સરળ અને નાનું છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ઈરાનમાં પાયલોટ તાલીમ અને સરહદી દેખરેખ માટે થાય છે. આ વિમાન બે લોકોને લઈ જવા માટે સક્ષમ છે.