આયુષ્માનમાં અલ્ઝાઈમર, ડિમેન્શિયા જેવી બીમારીઓને આવરી લેશે

લોગવિચાર :

અલ્ઝાઈમર, ડિમેન્શિયા, હૃદય રોગ અને અન્ય બિમારીઓની સારવાર, જે મોટે ભાગે વરિષ્ઠોને અસર કરે છે, ટૂંક સમયમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

હાલમાં આ યોજના પાસે લગભગ 25 સ્વાસ્થ્ય પેકેજો છે જે વૃદ્ધોની જરૂરિયાતોને પૂરી કરે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, નેશનલ હેલ્થ ઓથોરિટી, જે એબીપીએમજેએવાય માટે અમલીકરણ એજન્સી છે, તે વધુ પેકેજો ઉમેરવાની દિશામાં કામ કરી રહી છે જે ફક્ત વૃદ્ધાવસ્થાની સંભાળ અથવા વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓ માટે જ હશે કારણ કે આવાં લાભાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે.

સરકાર વરિષ્ઠ નાગરિકો, 70 વર્ષ અને તેથી વધુ વયનાં તમામને આવકને ધ્યાનમાં લીધાં વિના આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે.આરોગ્ય મંત્રાલયનાં એક સૂત્રએ જણાવ્યું હતું કે "તબીબી નિષ્ણાતોની આગેવાની હેઠળની એક સમિતિ એબી-પીએમજેએવાય હેઠળ આરોગ્ય પેકેજોની નિયમિત સમીક્ષા કરે છે.

જો કે આ એક ખાસ કેસ છે, કારણ કે ફોકસ એક વિશાળ જૂથ પર છે જે યોજનામાં સામેલ કરવામાં આવ્યું છે. સમિતિ વરિષ્ઠોને અસર કરતી આરોગ્ય સમસ્યાઓને ઓળખવા માટે કામ કરશે. વરિષ્ઠ નાગરિકોને સમાવવા માટે એબી-પીએમજેએવાયના વિસ્તરણથી 4.5 કરોડ પરિવારોમાં લગભગ છ કરોડ વ્યક્તિઓને સંભવિતપણે લાભ થશે.

સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર, કેન્સર, અલ્ઝાઈમર અને ડિમેન્શિયા એ વૃદ્ધોને અસર કરતી કેટલીક સામાન્ય સ્વાસ્થ્ય બિમારીઓ છે. આરોગ્ય મંત્રાલયનાં અધિકારીએ જણાવ્યું હતું કે વૃદ્ધો માટે આયોજિત વિશેષ પેકેજોમાં આ બિમારીઓની સારવાર અને તેની જટિલતાઓને સંબોધવામાં આવે તેવી શક્યતા છે.