લોગ વિચાર.કોમ
કેન્દ્ર સરકારે ફિકસ્ડ ડોઝ કોમ્બીનેશન (એફડીસી) વાળી દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર રોક લગાવી દીધી છે. જેમાં દર્દ નિવારક, પોષણ સંબંધી અને ડાયાબીટીસ વિરોધી વિભિન્ન દવાઓ સામેલ છે.
ઉચ્ચ ઔષધિ નિયામક સંસ્થા સીડીએસસીઓએ બધા રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોના ઔષધિ નિયામકોને એ નિર્દેશ આપ્યો છે કે સીડીએસસીઓએ કહ્યું છે કે ઔષધી નિયામક અસ્વીકૃત એફડીસી દવાઓનું નિર્માણ, વેચાણ અને વિતરણ રોકે એફડીસી દવાઓ એ છે.
જેમાં એક નિશ્ચિત પ્રમાણમાં બે કે તેથી વધુ ફાર્માસ્યુટિકલ સોલ્ટનું સંયોજન થાય છે. નિર્દેશમાં રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોના ઔષધિ નિયામકોને એફડીસી માટે અનુમોદન પ્રક્રિયાની સમીક્ષા કરવા અને ઔષધિ તેમજ પ્રસાધન સામગ્રી અધિનિયમ 1940ની જોગવાઈનો કડકાઈથી પાલન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
નિયામકે આ નિર્દેશ ત્યારે જાહેર કર્યો, જયારે તેમણે જાણ્યું કે, કેટલીક એફડીસી દવાઓને સુરક્ષા અને અસરકારકતાના મૂલ્યાંકન વિના જ ઉત્પાદન, વેચાણ અને વિતરણ માટે લાયસન્સ આપવામાં આવ્યા છે.
11 એપ્રિલે મોકલવામાં આવેલ પત્રમાં ભારતીય ઔષધિ મહા નિયામક (ડીસીજીઆઈ) ડો. રાજીવ રઘુવંશીએ મંજુરી વિના એફડીસી દવાઓના ઉત્પાદન અને વેચાણ કરવા પર ચિંતા વ્યક્ત કરી હતી.