લોગવિચાર :
દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં ફટાકડા પર રોક લાગશે. દિલ્હી સરકારે પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે ફટાકડાના નિર્માણ, સ્ટોરેજ, વેચાણ અને ઉપયોગ પર રોક લગાવવા આ નિર્ણય લીધો છે.
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, આ પ્રતિબંધ 1 જાન્યુ.-2025 સુધી લાગુ રહેશે. મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે પ્રતિબંધને કડકાઇથી લાગુ કરવા દિલ્હી પોલીસ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને સમસ્યા વિભાગ મળીને કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આવા પ્રતિબંધ છતાં લોકો દિવાળીમાં બેફામ ફટાકડા ફોડતા હોય છે અને ભારે પ્રદૂષણ ફેલાતું હોય છે.