લોગવિચાર :
સોશિયલ મીડીયા અને ઓનલાઈન વિડીયો કંપનીઓ પોતાની વેબસાઈટ કે મોબાઈલ એપથી યુઝર્સ પર વોચ રાખી રહી છે. અમેરિકી સરકાર અંતર્ગત સ્વતંત્ર એજન્સી ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)એ આ ચેતવણી આપી છે. રીપોર્ટ અનુસાર ફેસબુક એકસ, ગુગલ યુ ટયુબ, સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ ઢીલાઢફ સુરક્ષા ઉપાયોની સાથે યુઝર્સની વ્યકિતગત જાણકારી એકત્રિત કરી રહી છે અને તેને ત્રીજા પક્ષને શેર કરી રહી છે.
વોટસએપ, યુ ટયુબ સહિત 9 પ્લેટફોર્મ પર અધ્યયન: એફટીસી તરફથી જાન્યુઆરી 2019 અને 31 ડીસેમ્બર 2020 દરમ્યાન 9 કંપનીઓના 13 પ્લેટફોર્મ પર ડેટા એકત્ર કરવાની જાણકારી પર અધ્યયન કરવામા આવેલુ. તેમં મેટા (ફેસબુક ઈન્સ્ટાગ્રામ, વોટસએપ, મેસેન્જર) યુ ટયુબ (યુ ટયુબ કિડસ), ડિસ્કોર્ડ, રેડિટ, એમેઝોન, સ્નેપચેટ, ટીકટોક (ભારતમાં નહીં) અને એકસ સામેલ છે.
મોટાભાગની કંપનીઓ યુઝર્સના પ્લેટફોર્મ સાથે જોડાવવાની રીતને ટ્રેક કરી રહી છે. તેનો ઉપયોગ યુઝર્સની ફીડ સામગ્રી અને વિજ્ઞાપન માટે કરવામા આવી રહ્યો છે. આ આધારે એજન્સી કોંગ્રેસને ગોપનીયતા માટે નિયમ બનાવવાની ભલામણ કરી રહી છે.
કંપનીઓ યુઝર્સની આવક શિક્ષણની જાણકારી લઈ રહી છે: રીપોર્ટ અનુસાર આ કંપનીઓ વ્યકિતગત વિવરણોનો કેવો ઉપયોગ કરે છે અને તેને કોઈ સાથે શેર કરે છે. તેના બારામાં યુઝર્સને પૂરી જાણકારી નથી હોતી. કેટલીક કંપનીઓ પ્લેટફોર્મ પર યુઝર્સના વ્યવહારનુ વિશ્લેષણ કરીને તેમના વ્યકિતગત જીવનની જાણકારી યુઝર્સને જણાવ્યા વિના કાઢી હતી.
કિશોરો સાથે વયસ્કો જેવો વ્યવહાર: સોશિયલ મીડીયા અને વિડીયો સ્ટ્રીમીંગ કંપનીઓ હંમેશા કિશોરોની સાથે વયસ્ક યુઝર્સની જેમ વ્યવહાર કરે છે, કિશોરોને તેમના પ્લેટફોર્મ પર કોઈ પ્રતિબંધ વિના એકાઉન્ટ ખોલવાની મંજુરી આપે છે.