લોગ વિચાર.કોમ
એન્જીનીયરીંગ કોલેજની પાછળના ખુલ્લા મેદાનમાં બે યુવકો મોજથી દારૂ પી રહ્યા હતાં, ત્યારે તેની નજર કોઈ વસ્તુ પર પડી અને તેઓ ઠોકર ખાઈને ત્યાંથી ભાગવા લાગ્યા.
તે વસ્તુ બીજું કોઈ નહીં પણ ડ્રોન હતું, જેને પોલીસ ઉડાવી રહી હતી. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ વિડિયો આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશ પોલીસ રાજ્યમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. તેમના નવીનતમ પ્રયાસોમાં જાહેર જગ્યાઓ પર નજીકથી નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કૃષ્ણા જિલ્લામાં એક જાહેર સ્થળે દારૂ પીતા બે યુવકો કેમેરામાં કેદ થયા હતા.
વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકશો કે જેવા યુવકે પોલીસનો ડ્રોનને જોયો કે તરત જ તેઓ તેના હાથમાંથી ગ્લાસ મુકીને ભાગી જાય છે. પરંતુ ડ્રોનની નજરથી ક્યાં સુધી છુપાવી શકીએ? આખરે ફૂટેજના આધારે, પોલીસે યુવકોની ઓળખ કરી અને તેની ધરપકડ કરી.