પક્ષીઓ અહીં આત્મહત્યા કરે છે! જે 'બર્ડ સ્યુસાઈડ પોઈન્ટ' માટે પ્રખ્યાત છે!!

લોગવિચાર :

ભારતમાં ઘણી એવી વિચિત્ર જગ્યાઓ છે જેનાં વિશે અવારનવાર સમાચારોમાં આવે છે. કેટલીક જગ્યાઓ પર એવો દાવો કરવામાં આવે છે કે આ જગ્યામાં ભૂત-પ્રેત રહે છે તો કેટલીક જગ્યાએ હવામાન અને વાતાવરણ વિચિત્ર છે જેનાં કારણે ત્યાંનાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ એક એવી જગ્યા છે જ્યાં માણસો નહિ પણ પક્ષીઓને જ મુશ્કેલી પડે છે. પક્ષીઓ આ જગ્યાએ આવીને આત્મહત્યા કરી લે છે.

આસામની બોરેલ પહાડીઓ વચ્ચે આવેલું ગામ જતિંગા તેની રહસ્યમયતા માટે દેશમાં પ્રખ્યાત છે. આ ગામને ’સ્યુસાઈડ પોઈન્ટ ઓફ બર્ડ્સ’ કહેવામાં આવે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે અહીં માત્ર 1-2 પક્ષીઓ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં પક્ષીઓ આત્મહત્યા કરે છે.

અહીં માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં, બહારથી આવતાં પ્રવાસી પક્ષીઓ પણ અહીં આવી આત્મહત્યા કરે છે. સ્થાનિક અને સ્થળાંતર કરનારા પક્ષીઓની 40 પ્રજાતિઓ અહીં આત્મહત્યા કરે છે.

શા માટે પક્ષીઓ આત્મહત્યા કરે છે
કુદરતી કારણોસર જતિંગા રાજ્યનાં અન્ય શહેરોથી લગભગ 9 મહિના સુધી કપાઈ જાય છે. રાત્રે આ ગામમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ છે. પક્ષી નિષ્ણાતો માને છે કે આ રહસ્યમય ઘટનાનું કારણ અતિચુંબકીયબળ છે. એટલે કે અહીં ચુંબકીય શક્તિ ઘણી વધારે છે.

એવું પણ માનવામાં આવે છે કે, ધુમ્મસવાળા વાતાવરણમાં અહીં પવન ખૂબ જ ઝડપથી ફૂંકાય છે. લાઈટના અભાવે તેઓ સ્પષ્ટ જોઈ શકતાં નથી અને તેઓ મકાનો, વૃક્ષો અને વાહનો સાથે અથડાય છે. ગામ લોકોનું માનવું છે કે ગામમાં કોઈ અનિષ્ટ શક્તિ છે જે અહીં પક્ષીઓને જીવવા દેતી નથી.

પક્ષીઓ પોતાનો જીવ લે છે
સામાન્ય રીતે, આત્મહત્યાનો વિષય ફક્ત માણસોમાં જ સાંભળવામાં આવે છે. પરંતુ પ્રાણીઓમાં આ ખૂબ જ આશ્ચર્યજનક ઘટના હોવાનું જણાય છે. ઘણાં અહેવાલો અનુસાર, પક્ષીઓ અહીં ખૂબ જ ઝડપથી ઉડે છે અને ઇમારતો અથવા વૃક્ષો સાથે અથડાય છે. આ અથડામણમાં તે ઘાયલ થાય છે જેનાં કારણે તે ઉડી શકતી નથી અને બાદમાં તેનું મૃત્યુ થઈ જાય છે.

આ આત્મહત્યાનાં બનાવો સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનામાં વધુ જોવા મળે છે જ્યારે પક્ષીઓ અહીં સાંજે 7 થી 10 વાગ્યાની વચ્ચે પોતાનો જીવ લે છે. બાકીનાં દિવસોમાં પક્ષીઓ સરળતાથી ઉડતાં જોવા મળે છે.