લોગવિચાર :
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ જવાબ હતો કે, રેલવે મુસાફરોને આપવામાં આવતા ધાબળા મહિનામાં એકવાર ધોવામાં આવે છે. રજાઇ કવર તરીકે ઉપયોગ કરવા માટે બેડરોલ કીટમાં વધારાની શીટ આપવામાં આવે છે.
રેલવે મંત્રી વૈષ્ણવે કોંગ્રેસ સાંસદ કુલદીપ ઇન્દોરાના સવાલના જવાબમાં કહ્યું હતું કે, વર્તમાન વિશિષ્ટતાઓ અનુસાર, રેલેવમાં ઉપયોગમાં લેવામાં આવતા ધાબળા ઓછા વજનના, ધોવામાં સરળ હોય છે અને મુસાફરોને એકંદરે આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવે છે.
વંદે ભારત એક્સપ્રેસની સફળતા પછી રેલવેએ હવે હાઇ સ્પીડ ટ્રેન સેટની ડિઝાઇન અને ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે, ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), ચેન્નઈ BEML સાથે મળીને હાઈ-સ્પીડ ટ્રેન સેટને ડિઝાઈન અને મેન્યુફેક્ચર કરી રહી છે, જેની ડિઝાઈન સ્પીડ 280 kmph હશે.
ભાજપના સાંસદો સુધીર ગુપ્તા અને અનંત નાયક દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, કોચ દીઠ ઉત્પાદન ખર્ચ આશરે 28 કરોડ રૂપિયા (ટેક્સ સિવાય) છે, જે અન્ય ટ્રેન સેટની સરખામણીમાં અત્યંત પ્રતિસ્પર્ધી છે.
વૈષ્ણવે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં (એપ્રિલ 2019 થી માર્ચ 2024 સુધી) ટ્રેન અકસ્માતોને કારણે 313 કરોડ રૂપિયાની રેલવે સંપત્તિને નુકસાન થયું છે.