લોગવિચાર :
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ હવે વિશ્વ ક્રિકેટના બોસ બની ગયા છે. તેમણે ICC અધ્યક્ષ પદ માટે બિનહરીફ ચૂંટણી જીતી છે. જય શાહ હવે ICCના નવા અધ્યક્ષ બનશે. ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ તેમના ત્રીજા કાર્યકાળ માટે નોમિનેશન ન ભરવાનો નિર્ણય લીધો હતો. તેમના નિર્ણય બાદ આ પદ ખાલી થઈ ગયું. બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે પૂર્ણ થશે. જય શાહ 1 ડિસેમ્બરે ચાર્જ સંભાળશે.
ICC ચેરમેન માટે નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ હતી. જય શાહે અરજી ભરીને પોતાનો પડકાર રજૂ કર્યો હતો. તેમની સામે ચૂંટણી લડવાની હિંમત બીજા કોઈએ દેખાડી નહોતી. તેમણે બિનહરીફ ચૂંટણી જીતી હતી. 35 વર્ષની ઉંમરે તે ICCના ઈતિહાસમાં સૌથી યન્ગેસ્ટ બોસ બન્યા.
અત્યાર સુધી 4 ભારતીયો ICC ચીફનું પદ સંભાળી ચૂક્યા છે. જગમોહન દાલમિયા 1997-2000 સુધી ICC પ્રમુખ, 2010-2012 સુધી શરદ પવાર, 2014-15 સુધી એન શ્રીનિવાસન અને 2015-2020 સુધી શશાંક મનોહર હતા. ધ્યાનમાં રાખો કે 2015 પહેલા આ પદને રાષ્ટ્રપતિ કહેવામાં આવતું હતું, બાદમાં તેને અધ્યક્ષ કહેવામાં આવ્યુ. જય શાહ હવે ICC બોસ બનનાર પાંચમા ભારતીય બની ગયા છે.