લોગવિચાર :
બોલીવુડ અભિનેતા ગોવિંદાને આજે પગમાં રિવોલ્વરની ગોળી લાગતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. પોતાની જ રિવોલ્વર સાફ કરતી વખતે અચાનક ગોળી છુટી હતી અને તેના પગમાં ઘુસી ગઈ હતી. જોકે બોલીવુડ અભિનેતા ભયમુકત હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોવિંદા આજે વહેલી સવારે 4.45 વાગ્યાના અરસામાં પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક ગોળી છુટ્ટીને તેના પગમાં ઘુસી ગઈ હતી. તાબડતોબ તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગોવિંદાને ગોળી લાગ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા લાખો ફેન્સમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. હોસ્પીટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. ગોળીથી પગમાં ઈજા ગંભીર હોવાનું જણાવાયું છે. જોકે હાલત ભયમુકત હોવાનું હોસ્પીટલ સુત્રોએ કહ્યું હતું.
સુત્રોના કહેવા પ્રમાણે ગોવિંદાને વહેલી સવારે કામસર બહાર જવાનું હતું એટલે રિવોલ્વર સાથે રાખવા સાફ કરી રહ્યા હતા. ત્યારે મીસફાયર થયું હતું. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ હોસ્પીટલે પહોંચી ગયો હતો અને બનાવની તપાસ શરૂ કરી હતી.
પોલીસ અધિકારી પરમજીતસિંહ દરીયાએ કહ્યું કે પોતાની જ લાયસન્સવાળી બંદુકમાંથી તેને ગોળી હતી. ગોળી લાગતા ઘણુ લોહી વહી જતાં હાલત ગંભીર બની હતી. અને આઈસીયુમાં દાખલ કરાયા હતા.જોકે સારવાર બાદ ભયમુકત છે. પત્નિ સૂનિતા સહીતના સગા સબંધીઓ હોસ્પીટલમાં મૌજુદ છે.