લોગ વિચાર :
દિલ્હીથી વારાણસી જતા ઈન્ડીગોની એક ફલાઈટમાં બોમ્બ હોવાની સૂચના મળતા હડકંપ મચી ગયો હતો. વિમાનના ટોયલેટમાંથી મળેલા ટિશ્યુ પેપરમાં વિમાનમાં બોમ્બ હોવાની સૂચના લખી હતી. જો કે આ સૂચના અફવા સાબિત થઈ હતી.
આ બારામાં સીઆઈએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર દિલ્હીથી વારાણસી જનારી ઈન્ડીગોની ફલાઈટમાં એક ટિશ્યુ પેપર મળેલુ, જેના પર ‘બોમ્બ’ શબ્દ લખ્યો હતો, ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ નિરીક્ષણ કર્યું હતું.
બાદમાં બધા યાત્રીઓને વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ કવીક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના આજે સવારે 5.35 વાગ્યે બની હતી. બધી સુરક્ષા તપાસ પુરી થયા બાદ વિમાનને ટર્મિનલ પર પરત લાવવામાં આવ્યું છે.