ચોટીલા પાસે બોલેરો અને ટ્રકની ટક્કર : કોળી પરિવારના ચાર સભ્યોના મોત

લોગવિચાર :

સુરેન્દ્રનગર જિલ્લાનો અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે અકસ્માતનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે અને લોકોના જીવ પણ જતા હોય છે ત્યારે ગત મોડી રાત્રે ચોટીલા આપાગીગાના ઓટલા નજીક બોલેરો પીકપ કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં જ ચાર લોકોના મોત નીપજવા પામ્યા છે 18 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે આ અંગેની જાણ થતા ચોટીલા પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઈ છે..

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા આપાગીગાના ઓટલા નજીક સવારે અકસ્માત સર્જાયો છે બોલેરો પીકપ કાર અને ટ્રક સામસામે અથડાયા છે જેમાં લીંબડીના શિયાણી ગામના રેથરીયા કોળી પરિવારના ચાર સગા દેરાણી જેઠાણી ના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા છે અને 18 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે હાઇવે પર મોતની કિકિયારીઓ સંભળાવા લાગી હતી. ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો છે જેને લઇને હાલમાં પરિવાર પણ શોક મગ્ન બની જવા પામ્યો છે..

પિતૃકાર્ય માટે સોમનાથ જતા હતા તે દરમિયાન આ અકસ્માત નડવા પામ્યો છે જેમાં મગજીબેન ગોબરભાઇ રેથરીયા દલાલબેન રેથરીયા મંજુબેન રેથરીયા અને ગૌરીબેન બેન રેથરીયા નું મોત નીપજવા પામ્યું છે આ અંગે ચોટીલા પોલીસ તાત્કાલિક દોડી જાય મૃતકો ની ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને હાઇવે ઉપર જે અકસ્માત સર્જાયેલા વાહનો છે તે હટાવવાની કામગીરી પણ ચોટીલા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ અકસ્માતમાં 18થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે તેમને સુરેન્દ્રનગર અને રાજકોટની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે રાત્રિ દરમિયાન સર્જાયેલા અકસ્માતને લઈ તાત્કાલિક તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે ત્યારે એક જ પરિવારના ચાર લોકોને મોત થતાં અને 18 લોકો ને ગંભીર ઇજાઓ પહોંચતા શિયાણી ગામ પણ શોક મગ્ન બની જવા પામ્યો છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્તના નામો :

ભુપતભાઈ 75, ગણપતભાઈ કાળુભાઈ 46, ચીકાભાઈ શંકરભાઈ રેથડીયા 62, મેજી બેન ગોબરભાઇ રેથડીયા 60,  મનજીભાઈ સગુભાઈ રેથડીયા 65, દશરથભાઈ ગોબરભાઇ 46, રમેશભાઈ ઘનશ્યામભાઈ 32, રંજનબેન ખોડાભાઈ  50, રાહુલભાઈ ખોડાભાઈ 24, વિશાલભાઈ રાજુભાઈ 12, માવજીભાઈ કાળુભાઈ 50, બટુકભાઈ ગંગારામભાઈ 54,  ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ 60,  કરમશીભાઈ દેવાભાઈ 62, માજુબેન કાળુભાઈ સાઈટ, ગોબરભાઇ લક્ષ્મણભાઈ 68, ગીતાબેન દશરથભાઈ 45.

સુરેન્દ્રનગર જિલ્લામાં રોડ સેફટી ના કાર્યક્રમો માત્ર કાગળ ઉપર

સુરેન્દ્રનગર જિલ્લામાં રોડ સેફ્ટીના કાર્યક્રમમાં માત્ર કાગળ ઉપર કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે રોડ સેફટી ના કાર્યક્રમો દરમિયાન સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી સાવચેતી અને સેફટી અંગેની માહિતીઓ પૂરી પાડવામાં આવતી હોય છે.

પરંતુ આ એક મહિના સુધી આવા કાર્યક્રમો કર્યા પછી પણ તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો છે અને વાહન અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે પ્રકારના પગલાઓ હજુ સુધી ભરવામાં આવી રહ્યા નથી એટલે જાણે આ કાગળ ઉપર રહી જતા હોય તેવું લાગી રહ્યું છે નાના ઉંમરના લોકો પણ હવે વાહન ચલાવવા લાગ્યા છે.

તો અવરલોડ ડમ્પર ખનીજ ભરેલા દોડી રહ્યા છે જેને લઈને પણ અકસ્માતો સર્જાઇ રહ્યા છે અકસ્માતો ને કંટ્રોલમાં લાવવા જરૂરી છે કારણ કે દર 24 કલાકે સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતમાં એક જિંદગી મોતમાં હોમાઈ રહી છે ત્યારે આ અંગે હવે લોકજાગૃતિ પણ જરૂરી છે.