બ્રિટન 500 વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત કરશે

લોગ વિચાર :

ભારતમાંથી લૂંટાયેલી 500 વર્ષ જૂની પ્રતિમા બ્રિટનથી પરત કરવામાં આવશે. ભારતીય હાઈ કમિશન અનુસાર, દક્ષિણ ભારતના તમિલ કવિ અને સંતની આ પ્રતિમા 16મી સદીની છે.

કાંસાની મૂર્તિ 60 સેમી ઉંચી છે. તે ઓકસફોર્ડ યુનિવર્સિટીના એશમોલીયન મ્યુઝિયમમાં હાજર છે. આ કાંસાની પ્રતિમાને 1897માં અંગ્રેજોએ ભારતીય મંદિરમાંથી લૂંટી લીધી હતી.

મ્યુઝિયમ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 11 માર્ચ 2024ના રોજ ઓકસફર્ડ યુનિવર્સિટીની કાઉન્સિલ હાઈ કમિશનના દાવાને સમર્થન આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ 16મી સદીની પ્રતિમા પરત કરવામાં આવશે. હવે આ નિર્ણયને ચેરિટી કમિશન સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.