અટારી-વાઘા બોર્ડર પર બીટીંગ સેરેમની શરૂ થવા છતાં, BSF-પાકિસ્તાન રેન્જર્સ હાથ નહીં મિલાવશે

લોગ વિચાર.કોમ

બોર્ડર સિકયુરીટી ફોર્સ-બીએસએફે પંજાબમાં ભારત-પાકિસ્તાન સીમા પર રિટ્રિટ સેરેમની ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સમારોહ ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાના કારણે બંધ કરાયો હતો હવે અટારી, હુસૈનીવાલા અને સદકી બોર્ડર પોસ્ટ પર આ સેરેમની થશે. અલબત બીએસએફ અને પાકિસ્તાની ફોજ સાથે હાથ મિલાવવા અને બોર્ડર ગેટ ખોલવા જેવી એકિટીવીટી નહિં થાય.

અધિકારીઓનાં જણાવ્યા મુજબ અટારી (અમૃતસર) હુસૈનીવાલા (ફિરોઝપુર) અને સદકી (ફીઝીલ્કા) બોર્ડર પોસ્ટસ પર દરરોજ સાંજે થતી આ સેરેમની હવે મંગળવારથી ફરીથી આમ જનતા માટે શરૂ થઈ છે.

જોકે આ વખતે કેટલાંક ફેરફાર થયા છે. જે મુજબ બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે પારંપારીક હાથ મિલાવવા અને બોર્ડર ગેટ ખોલવા જેવી પ્રવૃતિ નહીં થાય.

ખેડુતો માટે કાંટાળી વાડવાળા ગેટ કાલે ખુલી જશે. પંજાબ સરકારના મંત્રી કુલદીપસિંહ ધાલીવાલે સોમવારે અજનાલા પાસે શાહપુર બોર્ડર પર બીએસએફનાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમણે ખેડુતોની સમસ્યા પર પણ વાત કરી હતી.