લોગ વિચાર :
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને આજે નાણાંકીય વર્ષનું બજેટ પેશ કર્યું હતું. વિવિધ ક્ષેત્રો માટે અનેકવિધ જાહેરાતો વચ્ચે મોદી સરકારના આગામી પાંચ વર્ષનો રોડમેપ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.કૃષિ-ઈન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય, શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રો પર ફોકસ રાખવામાં આવ્યુ હતું.
લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સરકારે ગત ફેબ્રૂઆરીમાં વચગાળાનું બજેટ લેખાનુંદાન રજુ કર્યું હતું અને હવે નાણાંકીય વર્ષનું પૂર્ણ બજેટ પેશ કરવામાં આવ્યું હતું. સાતમી વખત અંદાજપત્ર રજુ કરીને નિર્મલા સિતારામને રેકોર્ડ બનાવ્યો હતો.
બજેટમાં કરવેરા જોગવાઈઓમાં મહત્વપૂર્ણ ફેરફારોની સાથોસાથ આવતા પાંચ વર્ષનો રોડમેપ દર્શાવાયો હતો. આ સિવાય 2047 સુધીમાં વિકસીત ભારતની પ્રતિબદ્ધતા આધારીત મહત્વપૂર્ણ કદમની ઘોષણા કયરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ બજેટ પાંચ વર્ષની દિશા નકકી કરનારૂ હોવાનો સૂચક નિર્દેશ કરી જ દીધો હતો. ભારતીય અર્થતંત્રને લાગે વળગે છે ત્યાં સુધી ગત વર્ષે જીડીપી વૃદ્ધિદર 6.5 ટકા આસપાસ હતો. આ વખતના આર્થિક સર્વેમાં પણ સાત ટકા આસપાસ રહેવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો.
ભારતમાં રોકાણ વધી રહ્યું છે. પ્રવાસન વિકાસ સાથે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. અર્થતંત્ર અફલાતુન હોવાથી નાણાપ્રધાન નિર્મલા સિતારામને અનેક હિંમતભર્યા કદમ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્રનાં નાણા રાજયમંત્રી પંકજ ચૌધરીએ પણ એમ કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસ સાથેનું રાષ્ટ્રહિતનું બજેટ તૈયાર કરવામાં આવ્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની ત્રીજી ટર્મનુ આ પ્રથમ બજેટ હોવાથી આમ આદમીને પણ આર્થિક વિકાસનો અહેસાસ થાય અને રાહત મળે તેવા પગલાઓની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે. આમ આદમીની માંગ ઈન્કમટેકસ દરોમાં ઘટાડા સાથે સીધી રાહત આપવાની હતી. આવકવેરાની નવી પ્રણાલીમાં કોઈપણ છુટછાટો નથી. જુની પદ્ધતિ અંતર્ગત વધારાની શરતો આપવાની માંગ હતી.
દેશમાં કેટલાંક વખતથી બેરોજગારી મામલે ઉહાપોહ વધી રહ્યો છે. રોજગારી વૃધ્ધિ મામલે ઉહાપોહ વધી રહ્યો છે. રોજગારી વૃદ્ધિ માટે નવા કદમ ઉઠાવાયા છે. આર્થિક સર્વેમાં દર વર્ષે 78.5 લાખ નવી નોકરીઓનું સર્જન કરવાનો સંકેત અપાયો જ હતો.
વિકસીત ભારતનો ટારગેટ હાંસલ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રકચર માળખુ મજબુત કરવાનું અનિવાર્ય હોવાથી તે દિશામાં ફોકસ વધારવામાં આવ્યુ હતું. આ સિવાય કૃષિ ક્ષેત્ર માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. શિક્ષણ-આરોગ્ય માટે વિવિધ દરખાસ્તો રજુ કરવામાં આવી હતી.આમ આદમીને ઘરના ઘરનુ સ્વપ્ન સિધ્ધ કરાવવા માટે રાહતરૂપ જોગવાઈ સામેલ કરવામાં આવી હતી.
સમગ્ર એશીયામાં સૌથી મોટુ રેલ નેટવર્ક ધરાવતા ભારતીય રેલવેમાં નવી ટેકનોલોજી દાખલ કરવાને પ્રાથમિકતા આપતી જોગવાઈ નથી. નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં અનેક નવા મહત્વના પ્રોજેકટોના પણ એલાન કરાયા હતા. સંસદમાં બજેટ રજુ કરતા પૂર્વે નાણાપ્રધાન નાણા મંત્રાલય ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન પણ ગયા હતા.
સાતમાં બજેટની ‘ટીમ નિર્મલા’
કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારામને આજે સાતમુ બજેટ પેશ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. તેમની બજેટ ટીમમાં ટોચના અધિકારીઓ સામેલ છે. અંદાજપત્ર તૈયાર થયા બાદ તેઓનું ફોટોસેશન યોજાયુ હતું.
નાણામંત્રી નિર્મલા સિતારામન, નાણા રાજયમંત્રી પંકજ ચૌધરી, કેન્દ્રીય આડકતરા કરવેરા બોર્ડના ચેરમેન સંજયકુમાર અગ્રવાલ, મહેસૂલ સચીવ સંજય મલ્હોત્રા, નુરીન કાંતા પાંડે, નાણા સચીવ ટી.વી.સોમનાથન, આર્થિક બાબતોના સચીવ અજય શેઠ, વિવેક જોષી, વી.અનંતા નાગેશ્ર્વરન તથા સીધા કરવેરા બોર્ડનાં ચેરમેન રવિ અગ્રવાલ જણાય છે.
બજેટ રજૂ કરતાં પૂર્વે નાણા મંત્રી નિર્મલા સીતારામન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા : રાષ્ટ્રપતિએ દહીં અને ખાંડ ખવડાવ્યા
નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાની સાથે લાલ ટેબલેટ લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ તેમની સાથે છે.
નાણામંત્રી સૌથી પહેલા મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. આ પછી તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિએ તેમને દહીં અને ખાંડ ખવડાવ્યા અને શુભેચ્છા આપી હતી.
આ રાષ્ટ્રપતિની મંજૂરી મેળવ્યા બાદ તે સંસદ ભવન પહોંચ્યા.