બળદગાડીનો ઈ-મેમો! પોલીસ પણ મૂંઝવણમાં છે કે તેમને માલિકનું સરનામું કેવી રીતે મળ્યું?

લોગ વિચાર :

મધ્‍ય પ્રદેશના સાગર શહેરમાં એક અનોખો કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં એક બળદગાડીને ઈ-મેમો આપવામાં આવ્‍યો છે. આ ચોંકાવનારી ઘટના ત્‍યારે પ્રકાશમાં આવી જ્‍યારે આ ચલણનું નોટિસ એક વાહન માલિકને મળ્‍યું હતું. આ ઘટનાએ લોકોને વિચારતા કર્યા કે બળદગાડીનું સરનામું કેમ મળ્‍યું અને બળદગાડીમાં નંબર કયારથી લાગી? મજાની વાત એ છે કે શહેરમાં એક પણ બળદગાડી નથી. હવે લોકો મજાક કરી રહ્યા છે કે સ્‍માર્ટ સિટીના કેમેરાએ રસ્‍તા પર બળદગાડી જોઈ અને મોટર વ્‍હીકલ એક્‍ટ હેઠળ તેનો ઈ-મેમો મોકલી દીધો. આ તો આヘર્યજનક છે.

હકીકતમાં, સાગર કલેક્‍ટરના આદેશથી દરરોજ ૧૦૦૦ થી વધુ ઈ-મેમો સ્‍માર્ટ સિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઈ-મેમાની  હડબડિમાં કર્મચારીઓ તરફથી આવી બેદરકારી થઈ રહી છે, જેના કારણે સામાન્‍ય લોકોને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈની ગાડી ઘેર રાખેલી છે, પરંતુ તેનો ટ્રાફિક નિયમ તોડવાનો ઈ-મેમો આવી જાય છે, તો કયારેક જે વ્‍યક્‍તિ હેલ્‍મેટ પહેરીને ગાડી ચલાવી રહ્યો છે, તેનો હેલ્‍મેટ ન પહેરવાનો ઈ-મેમો જારી થાય છે, જ્‍યારે ઈ-મેમાની ફોટોમાં તે હેલ્‍મેટ પહેરેલો દેખાઈ રહ્યો છે.

મથુરા પ્રસાદ, કુંભ તાાન કરવા ગયા હતા, અને આ દરમિયાન ૩૧ જાન્‍યુઆરી ૨૦૨૫ના રોજ સ્‍માર્ટ સિટી કંટ્રોલ રૂમ દ્વારા તેમની ગાડીને ઈ-મેમો આપવામાં આવ્‍યો હતો.  જે પછી વર્ચ્‍યુઅલ કોર્ટમાં મોકલવામાં આવ્‍યો હતો.  કોર્ટમાંથી નોટિસ મળતા મથુરા પ્રસાદને આની જાણકારી થઈ. ઈ-મેમો મથુરા પ્રસાદ પટેલના નામે મોકલવામાં આવ્‍યું હતું, પરંતુ ગુનાની કોલમમાં ‘‘૨ બળદગાડી ચાલક'' નો ઉલ્લેખ ન હોતો. ઈ-મેમો ભરવા માડવામાં આવતા મથુરા પ્રસાદે દાવો કર્યો કે તે દિવસે તેઓ પરિવાર સાથે કુંભ તાાન કરવા ગયેલા હતા. ફરિયાદ કરતા ઈ-મેમો રદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ દંડ ભરવા માટે હજી પણ ફોન આવી રહ્યા છે.

તિલી નિવાસી પ્રિયંક રાવતે જણાવ્‍યું કે તેમની ગાડી ક્રમાંક MP ૧૫ MM ૭૬૦૯ના નામે બે જુદા-જુદા ઈ-મેમા આવ્‍યા છે. આ બંને ઈ-મેમામાં એક સિવિલ લાઈન અને બીજું કટરા મસ્‍જિદથી સંબંધિત છે. ચોંકાવનારી વાત એ છે કે બંને ઈ-મેમામાં ઉલ્લેખ કરેલી ગાડીઓ પ્રિયંકની રજિસ્‍ટર્ડ ગાડીઓ નથી. પ્રિયંક પાસે બજાજ કંપનીની ગાડી છે, પરંતુ ઈ-મેમામાં એક ટીવીએસ સ્‍ટાર સિટી અને બીજી હીરો કંપનીની ગાડીનો ઉલ્લેખ છે.

સાગરના ટ્રાફિક ડીએસપી મયંક સિંહ ચૌહાણે જણાવ્‍યું છે કે છેલ્લા ૨ મહિનાથી ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જો તેમાં કોઈ ભૂલ થાય તો સ્‍માર્ટ સિટીમાં જઈને ફરિયાદ કરી શકાય છે, જેનો જલ્‍દીથી ઉકેલ લાવવામાં આવશે.