લોગવિચાર :
કેન્દ્ર સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય હોશિયાર વિદ્યાર્થીઓના અભ્યાસમાં આડે કોઈ નાણાકીય અડચણ ન આવે તે ચોક્કસ કરવાનું છે. કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ એજ્યુકેશન લોનમાં મળશે. તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે બેંકો પાસેથી વ્યાજબી દરે ડ્ડ ૭.૫ લાખની એજ્યુકેશન લોન મેળવી શકાશે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે, હોશિયાર બાળકો અભ્યાસ માટે બેંકો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી લોન લઈ શકશે. આ યોજનાના કારણે પૈસાના અભાવે બાળકોના ઉચ્ચ શિક્ષણમાં કોઈ અડચણ નહીં આવે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે એવા પરિવારો જેમની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. ૮ લાખ હોય તેવા પરિવારોના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ લોન પર ૩્રુ વ્યાજ સબસિડી આપવામાં આવશે. ભારત સરકાર રૂ.૭.૫ લાખ સુધીની લોન પર ૭૫% ક્રેડિટ ગેરંટી આપશે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવાનો છે, જેથી પૈસાના અભાવે તેમના અભ્યાસ આડે કોઈ અડચણ ઊભી ના થાય.