કેલ્શિયમ અને આયર્નની ભારતીયોમાં ઉણપ

લોગવિચાર :

વિશ્વની અડધાંથી વધુ વસ્તી વિટામિન્સ, કેલ્શિયમ અને આયર્નની ઉણપથી પીડાય છે. તાજેતરનું રિસર્ચ દર્શાવે છે કે, વિશ્વની લગભગ 70 ટકા વસ્તી આયોડિન, વિટામિન ઈ અને કેલ્શિયમની પૂરતી માત્રા લેતી નથી. ધ લેન્સેટ ગ્લોબલ હેલ્થ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા નવાં રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો હતો .

ભારત પણ આનાથી અછૂત નથી, રિસર્ચ મુજબ ભારતીયોમાં આયર્ન, કેલ્શિયમ અને ફોલેટની ઉણપ છે. દેશમાં તમામ વયજૂથના લોકો આ પોષક તત્વોનો પૂરતો ડોઝ લેતા નથી. હાર્વર્ડ ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને ગ્લોબલ એલાયન્સ ફોર ઈમ્પ્રુવ્ડ ન્યુટ્રીશનના સંશોધકો દ્વારા વિશ્વના 185 દેશોના લોકો પર આ રિસર્ચ હાથ ધરવામાં આવી હતી.

રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે સમગ્ર વિશ્વમાં લોકો 15 આવશ્યક પોષકતત્વોની ઉણપથી પીડાઈ રહ્યાં છે. જેમાં આયર્ન, કેલ્શિયમ, વિટામીન વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાં, પુરૂષો વધુ ઝીંકનું અને મેગ્નેશિયમનું પુરતું સેવન કરતાં નથી. જયારે સ્ત્રીઓ પુરતાં પ્રમાણમાં આયોડિન લેતી નથી. રિસર્ચમાં, સંશોધકોએ વૈશ્વિક વસ્તીના 99.3 ટકામાં લોકોમાં પોષક તત્વોના સ્તરનો અંદાજ કાઢવા માટે ગ્લોબલ ડાયેટરી ડેટાબેઝના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. તેઓને જાણવા મળ્યું હતું કે 10 થી 30 વર્ષની વય જૂથમાં કેલ્શિયમનું સ્તર સૌથી ઓછું હતું.

પોષક તત્વોની અછતને કારણે ખતરો : 

- આયર્નની ઉણપ એનિમિયાનું કારણ છે જે ગર્ભાવસ્થા દરમિયાન બાળકના કેલ્શિયમ પર ખરાબ અસર કરે છે.

- ગર્ભાવસ્થામાં ફોલેટ મહત્વની ભૂમિકા ભજવે છે. ફોલેટની કમીથી મૃત બાળક જન્મી શકે છે.

- વિટામિન એ ની ઉણપ અંધત્વનું મુખ્ય કારણ છે. તે મોટે ભાગે બાળકોને અસર કરે છે.

- વિટામિન એ અને ઝિંક બંનેનો ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે થાય છે.

- સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે આયોડિન આવશ્યક છે, તે બાળકના મગજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.