લોગ વિચાર : આ વર્ષે ૨૯ જૂનથી બાવન દિવસ લાંબી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. પહેલગાંવ ચંદનવાડી અને બાલતલ બંને ટ્રેક પર પવિત્ર ગુફા સુધી કોઈપણ પરેશાની વગર તીર્થયાત્રાની વ્યવસ્થા યુદ્ધ સ્તરે કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પવિત્ર ગુફા સુધી બાલતાલ ટ્રેક પર બરફ હટાવવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે […]
લોગ વિચાર : કુદરત જયારે એક વસ્તુ છીનવી લે છે ત્યારે બીજી વિશેષતા પણ આપે છે જે અમેરિકાની મહિલા પાયલોટ જેસિકા કોકસ માટે સાચું સાબીત થયું છે. હાથ વિના જન્મ થયો તો પોતાના પગને જ હાથ બનાવી દીધા છે. નવાઇની વાત તો એ છે કે તે પગ વડે વિમાન ચલાવે છે. હાથ ના હોવા છતાં પાયલોટનું લાયસન્સ ધરાવતી એક માત્ર મહિલા છે. જો પ્રબળ ઇચ્છાશકિત અને આત્મવિશ્વાસ હોયતો ગમે તેવા પડકારોનો સામનો કરીને પણ આગળ વધી શકાય છે જે જેસિકા કોકસે સાબીત કર્યુ છે.જેસિકા પાયલોટ હોવાની સાથે માર્શલ આર્ટ બ્લેક બેલ્ટ મેળવનારી હાથ વગરની પ્રથમ મહિલા છે. ૪૧ વર્ષની જેસિકાએ ૨૦૦૪માં સૌ પ્રથમ હવાઇ જહાજ ઉડાડયું હતું. ૨૦૦૭માં પાયલોટ તરીકેનું લાયસન્સ મેળવી લીધું હતું. વિમાન ચલાવતી અને માર્શલ આર્ટ કરતી જેસિકાના વીડિયો લોકોને પ્રેરણા આપી રહયા છે. સામાન્ય રીતે માણસ હાથ વડે કરી શકે તેવી તમામ પ્રકારની ક્રિયાઓ સરળતાથી કરી શકે છે. તે જન્મી ત્યાર પછી ૧૪ વર્ષ સુધી કૃત્રિમ હાથનો ઉપયોગ કરતી હતી પરંતુ ત્યાર બાદ કૃત્રિમ હાથ ફગાવીને પગને જ હાથ બનાવી દીધા છે. સાહસ અને બહાદૂરીના કાર્યો માટે ભૂજાઓ નહી પરંતુ મનોબળની જરુર પડે છે. પગ વડે જ વિમાન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે છે. લોકો હાથ નહી હોવાની કુદરતી ખામી ધરાવનારા પર દયાભાવ રાખતા હોય છે પરંતુ જેસિકાને કોઇની દયા કે લાગણીની જરુર પડતી નથી. જેસિકાનો એક પ્રેરણાદાયી વીડિયો હાથ નથી ? કોઇ જ સમસ્યા નથી ? ને લાખો લોકોએ સોશિયલ મીડિયામાં જોયો છે. જેસિકા જાતે જ જમવાનું બનાવે છે. પગના અંગુઠા વડે જ તમામ વસ્તુઓ ઉપાડે છે. પુસ્તક વાંચી શકે છે અને કાગળ પર સરળતાથી લખે પણ છે. રોડ પર ગાડી લઇને નિકળી પડે છે, નૃત્યનો શોખ ધરાવે છે અને સ્વિમિંગ પણ કરી શકે છે. સ્વમિંગ માટે હાથ હલાવવા જરુરી બને છે પરંતુ જેસિકા હાથ વિના પણ સરળતાથી તરી શકે છે. કિવર્ડ પર પ્રતિ મીનિટ ૨૫ શબ્દોની ઝડપે ટાઇપ કરી શકાય છે. સ્કૂલમાં અભ્યાસ કરતી ત્યારે બાળકો ચિડવતા હતા પરંતુ પોતાની સમજદારી અને કોઠાસૂઝનો ઉપયોગ કરીને મુશ્કેલીઓ પાર કરતી રહી હતી.
લોગ વિચાર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૦ અને ૨૧ જૂને જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. તેઓ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે ૨૧ જૂને આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. બુલવાર્ડ રોડ પર સ્થિત શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત યોગ સત્રમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. પીએમ મોદી આ યોગ […]
લોગ વિચાર : તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ૨૯ લોકોના મોત થયા છે, જયારે ૬૦થી વધુ લોકોને અલગ-અલગ હોસ્પિેટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે એક વ્યપક્તિ ની ધરપકડ પણ કરી છે. આરોપીઓ પાસેથી ૨૦૦ લીટર ઝેરી દારૂ મળી આવ્યો. હતો, જેમાં મિથેનોલ ભેળવવામાં આવ્યું હતું. આ ઘટના પર દુખ વ્યુક્તઆ કરતા તમિલનાડુના […]
લોગ વિચાર : દર વર્ષે 20 જૂનના રોજ વિશ્વ કિડની કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘લિસનિંગ’ છે. કિડની કેન્સર, જેને રેનલ કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વૈશ્વિક સ્તરે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ હેલ્થ અનુસાર, આ રોગ દર વર્ષે આશરે 1,80,000 મૃત્યુ માટે જવાબદાર છે. ભારતમાં […]
લોગ વિચાર : હિન્દી સિનેમાથી લઈને હોલિવૂડ સુધી પોતાની શાનદાર અભિનયથી છાપ છોડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાને કોઈ અલગ ઓળખની જરૂર નથી. પ્રિયંકાના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. પરંતુ હાલમાં આવી રહેલા સમાચાર તેના ચાહકો માટે ચિંતાનું કારણ બની શકે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રી ઘાયલ થઈ ગઈ અને ગરદનમાં ઈજા થઈ. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર […]