વર્લ્ડ કપના ભારત-પાકિસ્તાન T-20 મેચમાં 'લોન વુલ્ફ' પર હુમલો કરવાની ISની ધમકી
અમેરિકી સુરક્ષા સ્તબ્ધ : કડક સુરક્ષાના આદેશ આપ્યા : આતંકવાદી જૂથે વીડિયો જાહેર કર્યો, સ્ટેડિયમના ફોટા અને મેચની તારીખ સાથે ધમકી આપીલોગ વિચાર :
ન્યુયોર્ક અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુકત રીતે રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ જ ગયું છે તેવા સમયે ખતરનાક આતંકવાદી સંગઠન આઇએસ (ઇસ્લામીક સ્ટેટ) દ્વારા ભારત-પાકિસ્તાન મેચ વખતે ‘લોન વુલ્ફ’ હુમલો કરવાની ધમકી આપતો વિડીયો વાયરલ કરતા ખળભળાટ સર્જાયો છે. ન્યુયોર્ક પોલીસ સ્તબ્ધ બની છે અને તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રહેવાના આદેશો કરવામાં આવ્યા છે.
Read More