લોગવિચાર :
સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્ન પહેલાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયાં છે. નાગા અને શોભિતાના લગ્ન 4 ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં થશે. બંનેની હલ્દી સેરેમની શુક્રવારે હૈદરાબાદમાં થઈ હતી. આ સમારોહમાં ફક્ત પરિવારનાં સભ્યો અને નજીકનાં મિત્રો જ હાજર રહ્યાં હતાં.
આ સમારોહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શોભિતાએ હલ્દી દરમિયાન બે આઉટફિટ પહેર્યા હતાં અને બંનેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેને પ્રથમ પીળા કપડા પહેર્યા હતાં અને તે સંપૂર્ણ હાથનાં બ્લાઉઝ સાથે તેજસ્વી લાલ સાડીમાં જોવા મળી હતી. શોભિતાએ તેનાં બીજા લુક માટે મહારાણી જેવો લુક પસંદ કર્યો હતો.
આ દરમિયાન કુર્તા પાયજામા પહેરેલાં નાગા ચૈતન્ય ખૂબ જ હસી રહ્યાં હતાં. વાયરલ થયેલાં વીડિયોમાં હલ્દીની કેટલીક શ્રેષ્ઠ ક્ષણો જોવા મળે છે. થોડાં દિવસો પહેલાં નાગા ચૈતન્યએ પણ લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું, કે ’છેલ્લાં કેટલાક મહિનામાં શોભિતા અને તેનાં પરિવારને જાણીને ખૂબ જ આનંદ થયો છે.
પરિવારોને વાતચીત કરતાં જોઈને આનંદ થાય છે. હું લગ્નનાં દિવસની રાહ જોઉં છું, રિવાજોનો અનુભવ કરી રહ્યો છું અને પરિવારોને એકસાથે આવતાં જોઉં છું. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા 2022 થી ડેટ કરી રહ્યાં છે. આ કપલે ઓગસ્ટમાં પરિવારનાં સભ્યોની હાજરીમાં સગાઈ કરી હતી.