Chardham Yatra : ઉતરકાશીમાં હેલીકોપ્ટર તૂટી પડયું, 5 શ્રદ્ધાળુઓના મોત

લોગ વિચાર.કોમ

આ વર્ષની ચારધામ યાત્રામાં સુવિધા માટે ચાલી રહેલી હેલીકોપ્ટર સેવામાં આજે ઉતરકાશીમાં એક હેલીકોપ્ટર તૂટી પડતા તેમાં પ્રયાસ કરી રહેલા છ યાત્રાળુઓના મૃત્યુ થયા છે. અહી સવારે નવ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી.

ગંગોત્રી રાજમાર્ગ પર એક હેલીકોપ્ટર ક્રેશ થવાની ઘટનાના ખબર મળતા જ તુર્તજ રાહત બચાવ ટીમ રવાના કરવામાં આવી છે. આ હેલીકોપ્ટર શ્રદ્ધાળુઓને લઈને જતુ હતું. જેમાં પાઈલોટ સહિત સાત લોકો હતા.

જેમાં એક યાત્રાળુને ઈજા થઈ છે. જયારે પાયલોટ સહિત છ યાત્રાળુઓ માર્યા ગયા છે. જેઓ મુંબઈ અને આંધ્રપ્રદેશના હોવાની પ્રાથમીક માહિતી બહાર આવી છે.

બીજી તરફ અહી હવામાન બગડતા અન્ય હેલીકોપ્ટરે દહેરાદૂનમાં ઈમરજન્સી લેન્ડીંગ કર્યું હતું. જો કે સદનસીબે એક મેદાનમાં તે સલામત રીતે ઉતર્યુ હતું.

પોલીસ, આર્મી ફોર્સ, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ QRT, ટીમ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ વાહનો ઘટનાસ્‍થળે પહોંચી ગયા છે. તહસીલદાર ભટવાડી, બીડીઓ ભટવાડી અને રેવન્‍યુ ટીમને પણ સ્‍થળ પર મોકલવામાં આવી છે. ગંગાણીની આગળ નાગ મંદિર નીચે ભાગીરથી નદી પાસે હેલિકોપ્‍ટર ક્રેશ થયું છે.

આ હેલિકોપ્‍ટર ખાનગી કંપની એરો ટ્રિંકનું હતું અને તેમાં સાત લોકો સવાર હતા. આ અકસ્‍માતમાં બે મુસાફરો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. ચારધામ યાત્રાના રૂટ પર ઘણી જગ્‍યાએ વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્‍યાએ ગાજવીજ સાથે કરા પણ પડ્‍યા છે.