લોગ વિચાર.કોમ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) કંપની ઓપન આઈ ટુંક સમયમાં જ ચેટ જીપીટીના ઈમેજ જનરેશન ફીચરમાં વોટર માર્ક જોડી શકે છે એન્ડ્રોઈડ એપના બીટા વર્ઝનમાં ઈમેજ જેન વોટર માર્ક ફોર ફ્રી નામનું ફીચર દેખાયું છે. આ ફેરફાર ખાસ કરીને એ યુઝર્સ માટે થશે જે મફતમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે.
અનુમાન છે કે આ ચેટજીપીટી 40 મોડેલનો ભાગ રહેશે. આ એક રસપ્રદ પહેલ છે અને તેની પાછળ મોટી સંખ્યામાં યુઝર્સ દ્વારા ઈમેજ જેન મોડેલનો ઉપયોગ કરીને ધિબલી આર્ટ વર્કથી તસવીર બનાવવાનો ઉદ્દેશ છે. એઆઈ સંશોધક તિબોર બ્લાહોએ જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે ઓપન આઈ મફત તસ્વીરો પર વોટર માર્ક લગાવવાની તૈયારીમાં છે.
ઉદ્દેશ
વોટર માર્કનો ઉદ્દેશ ખોટી માહિતી અને બોગસ ક્ધટેન્ટ પર રોક લગાવવાનો છે. એઆઈ જેનરેટેડ બધા ક્ધટેન્ટનું ટ્રેકીંગ અને તપાસ કરવાનો અને ભવિષ્યમાં કાનૂની જવાબદારી નકકી કરવામાં સહાયક થવાનો પણ હેતુ છે.
ભારતમાં પણ જોવા મળ્યો ક્રેઝ
સીઈઓ સેમ ઓલ્ટમેને ભારતમાં ઝડપથી વધતા યુઝર બેઝની પ્રસંશા કરી છે. ઓલ્ટમેને ખુદને ક્રિકેટના ખેલાડીની જેમ એઆઈ ઈમેજમાં દેખાડીને કહ્યું કે આ દેશ એઆઈને અપનાવવામાં આગળ છે. ઓપન એઆઈના ચીફ ઓપરેટીંગ ઓફિસર બ્રાડ લાઈટ કેપે કહ્યું હતું કે ચેટજીપીટીમાં તસવીરોને લઈને યુઝર્સ પાગલ થઈ ગયા હતા. એક સપ્તાહમાં દુનિયાભરના 70 કરોડથી વધુ તસવીરો બનાવાઈ, જેમાં 13 કરોડ તો માત્ર ભારતના હતા.