લોગવિચાર :
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. જે બાદ આ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી.આ અવસરે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, દિનેશ કુશવાહા, જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકર જી, એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી.આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે.