મર્ડર બાદ કોલ્ડ વોર પર આધારિત આગામી ફિલ્મ 'ચૂપ'નું ટ્રેઈલર રિલીઝ, હિતેનકુમાર ફરી એકવાર ખૂંખાર રોલમાં જોવા મળશે

લોગ વિચાર :

વઘુ એક મર્ડર મિસ્ટ્રી અને કોલ્ડ વૉરની સ્ટોરી પર આધારિત અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચૂપનું ટ્રેઈલ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ફરી એકવાર હિતેનકુમાર ક્યારેક હસતા તો ક્યારેક સ્ટ્રિક્ટ, સાયકિક અને શંકા ઉપજાવનાર રિટાર્યડ મેજરના રોલમાં જોવા મળશે. મહત્ત્વનું છે કે, આ અપકમિંગ ફિલ્મ ચૂપ ડિરેક્ટર નિશીથકુમાર બ્રહ્મભટ્ટે કરી છે.

"આ ફિલ્મની સ્ટોરી મર્ડર થયા બાદ કોલ્ડ વૉરની છે"

અપકમિંગ ફિલ્મ ચૂપ વિશે ડિરેક્ટર નિશીથકુમાર બ્રહ્મભટ્ટે ગુજરાતી જાગરણને જણાવ્યું કે, આ ફિલ્મની વાર્તા વિક્રમ અને વિદ્યા નામના એક આધેડ વયનાં કપલ ઉપરાંત રોહન, વિકી, જીગો, આયુષી અને રાજવી જેવાં યંગસ્ટર્સ વચ્ચે એક મર્ડર થયા બાદ કોલ્ડ વૉરની છે. ટૂંકમાં આ વાર્તા એવી છે કે, રોહનના સામેના ઘરમાં વિક્રમ અને વિદ્યા રહેવા આવે છે. આ પછી એકવાર રાજવી વિક્રમને એક છોકરીનું મર્ડર કરતા જોઈ લે છે. હવે એ ઘટના સત્ય છે કે પછી રાજવીનો ભ્રમ. આમ ઘટના જાણવા માટે વિક્રમ અને યંગસ્ટર્સ વચ્ચે સંતાકુકડીનો ખેલ રમાય છે. તો આ મર્ડરનો કેસ ઉકેલવા ઇન્સ્પેક્ટર વાઘમારે અને હવાલદાર રાઠવા જે રીતે જોડાય છે. એમાં સ્ટોરીમાં ઘણી કોમેડી પણ થાય છે.

અપકમિંગ ફિલ્મ ચૂપમાં હિતેનકુમાર, મોરલી પટેલ, આકાશ પંડ્યા, વિકી શાહ, હેમાંગ દવે, હિના જયકિશન, ધ્વનિ રાજપૂત, પૂજા દોશી, હેમીન ત્રિવેદી અને મગન લુહાર જેવા એક્ટર્સ જોવા મળશે. આ ફિલ્મમાં સસ્પેન્સ, કોમેડી, ઈમોશન, ડ્રામા અને રોમાન્સ બધું જ છે ટૂંકમાં ફૂલ આ ફિલ્મ એન્ટરટેઇન્મેન્ટ પેકેજ છે. આ ફિલ્મ ડિરેક્ટર નિશીથકુમાર બ્રહ્મભટ્ટે ડિરેક્ટ કરી છે અને ફિલ્મ ઋષિકેશ ઠક્કરે લખી છે. તો આ ફિલ્મને ડીબી પિક્ચર્સે પ્રોડ્યુસ કરી છે.

આ અપકમિંગ ફિલ્મ ચૂપનો કોનસેપ્ટ નિશીથકુમાર બ્રહ્મભટ્ટનો હતો. તેમણે આ કોન્સેપ્ટ જણાવ્યા બાદ ઋષિકેશ ઠક્કરે તેના પર વાર્તા તૈયાર કરી હતી. ઋષિકેશ ઠક્કરે આ ફિલ્મ હિતેન કુમારના રોલન ધ્યાનમાં રાખીને લખી છે. આ ફિલ્મનું શૂટિંગ માત્ર 25 દિવસમાં પુરું થઈ ગયું હતું. જે બાદ પોસ્ટ પ્રોડક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું મ્યુઝિક મૌલિક અને જય મહેતાએ આપ્યું છે અને ગીત દર્શન ઝવેરીએ લખ્યા છે. તો આ ફિલ્મનું એડિટિંગ પાર્થ ભટ્ટે (પાર્થ કટ) કર્યું છે.