પુલવામામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

લોગ વિચાર :

પુલવામાં જિલ્લાના નિહામા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની તલાશ કરવામાં આવી રહી છે.

આજે સવારે કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી હતી. જે મુજબ પુલવામાં જિલ્લાના નિહામા વિસ્તારમાં અથડામણ શરૂ થઈ છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કુપવાડામાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ અભિયાનમાં હથિયારો, દારુગોળાનો જથ્થો ઝડપાયો હતો.