જમ્મુ-કાશ્મીરના ડોડામાં ચોથા દિવસે પણ અથડામણ ચાલુ, બે જવાન ઘાયલ

લોગ વિચાર :

જમ્મુ-કાશ્મીરના ડોડામાં સતત ચોથા દિવસે પણ સુરક્ષા દળોની આતંકીઓ સાથેની અથડામણ ચાલુ છે. આજે ગુરુવારે વહેલી સવારે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન બે જવાનો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, અથડામણ કાસ્તીગઢ વિસ્તારના જદન બાટા ગામમાં મોડીરાત્રે બે વાગ્યે થઈ હતી. તલાશી અભિયાન દરમિયાન આતંકવાદીઓએ એક સરકારી સ્કુલમાં સ્થાપિત અસ્થાયી સુરક્ષા શિબિર પર ફાયરીંગ કરી હુમલો કર્યો હતો.

સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી અને બન્ને પક્ષો વચ્ચે એક કલાકથી વધુ સમય ફાયરીંગ ચાલુ હતું. છેલ્લા ચાર દિવસથી ચાલતા આ ઓપરેશનમાં ચોથા દિવસે સુરક્ષા દળના જવાનો ઘાયલ થયા હતા.